Maharashtra Political Crisis: વાતચીત માટે એકનાથ શિંદેના જુથે મુકી શરત, 'ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને...'
મહારાષ્ટ્રમાં સત્તારુઢ શિવસેનામાં મોટા ભડકા બાદ રાજકીય સંકટ ઘેરાયું છે.
Maharashtra News Updates: મહારાષ્ટ્રમાં સત્તારુઢ શિવસેનામાં મોટા ભડકા બાદ રાજકીય સંકટ ઘેરાયું છે. આ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્યના જુથે કહ્યું છ કે, "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાના પદ પરથી રાજુનામું આપે અને મહા વિકાસ અઘાડીના ગઠબંધનમાંથી નિકળી જાય તો જ આગળની વાત થશે. અમે ઉદ્ધવ ઠાકરેની વાતો પર વિશ્વાસ નથી કરી શકતા." એકનાથ શિંદે હાલમાં શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યો અને 9 અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠા છે.
એકનાથ શિંદે જુથનું આ નિવેદન સંજય રાઉતના નિવેદન બાદ આવ્યું છે. સંજય રાઉતે આ પહેલાં કહ્યું હતું કે, "તમે કહો છો કે તમે અસલી શિવસૈનિક છો અને પાર્ટી નહી છોડો. અમે તમારી માંગ ઉપર વિચાર કરવા માટે તૈયાર છીએ, પરંતુ શરત એટલી છે કે, તમે 24 કલાકમાં મુંબઈ પરત આવી જાઓ અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે આ મુદ્દે ચર્ચા કરો. તમારી માંગો પર સકારાત્મક રીતે વિચાર કરવામાં આવશે."
એકનાથ શિંદે શું કરવા ઈચ્છે છે?
એકનાથ શિંદેનું સ્પષ્ટ કહેવું છે કે, શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે સરકાર બનાવે. એકનાથ શિંદેએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "નવેમ્બર 2019માં NCP, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન સાથે બનેલી મહાવિકાસ અઘાડી સરકારમાં ફક્ત એનસીપી અને કોંગ્રેસને જ ફાયદો થયો છે. જ્યારે સામાન્ય શિવસૈનિકોને આ અઢી વર્ષમાં સૌથી વધુ તકલીફ થઈ છે. શિવસેના અને શિવસૈનિકોના હિતમાં એ આવશ્યક છે કે, આ અપ્રાકૃતિક ગઠબંધનમાંથી બહાર નિકળવામાં આવે. રાજ્યના હિતમાં નિર્ણય લેવો જરુરી છે."
આ પણ વાંચોઃ