શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેને CM બનાવવા અને સોનિયાને સમર્થન માટે કેવી રીતે મનાવ્યા ? વાંચો શરદ પવારનો Exclusive ઈન્ટરવ્યૂ

શરદ પવારે કહ્યું, ઉદ્ધવ ઠાકરેએ બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે શિવસેનાનો સીએમ બેસાડીશ. તેઓ ઈચ્છતા હતા કે શિવસેનાનો સીએમ બને. તેમનું કહેવું હતુ કે હું આ જગ્યા પર બેસવા નથી માંગતો. હું શિવસૈનિકને બેસાડવા માંગુ છું. પરંતુ જ્યારે ત્રણેય પાર્ટીએ મળીને રાજ્ય ચલાવવાની વાત આવી ત્યારે એવા વ્યક્તિની જરૂર હતી કે જેના નામ પર સહમતિ બની શકે. તેના આધારે ઉદ્ધવ સીએમ બન્યા. બધાએ કહ્યું આ જવાબદારી ઉદ્ધવ તમારે જ લેવી જોઈએ અને આખરે તેઓ માની ગયા.

નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે મહારાષ્ટ્રમાં ગત દિવસોના સમગ્ર રાજકીય ઘટનાક્રમ અંગે જાણકારી આપી અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા માટે રાજી કર્યા તથા કેવી રીતે કોંગ્રેસનું સમર્થન સુનિશ્ચિત કર્યુ તે અંગે વાત કરી છે. શરદ પવારના ABP Newsના Exclusive ઈન્ટરવ્યૂના કેટલાક અંશો સવાલઃ જો તમે બીજેપી સાથે ગયા હોત તો તમારું કદ વધી જાત પરંતુ તમે તે વિકલ્પ છોડીને શિવસેના સાથે કેમ ગયા? શરદ પવારઃ અમારા તેમની સાથે પહેલાથી જ સારા સંબંધ રહ્યા છે, કાલે પણ હતા અને ભવિષ્યમાં પણ રહેશે. કારણકે જ્યાં સુધી તેઓ દેશ હિતની વાત કરશે તો રાજનીતિમાં તેનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી રાજકીય મુદ્દા પર જે અસહમતિ રહે છે તેમાં કોઇ બદલાવ નહીં થાય. પરંતુ જ્યારે વાત રાષ્ટ્રીય હિતની હશે તો મારો સહયોગ તેમને હશે. સવાલઃ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તમે તેને હાથ પકડીને રાજનીતિ શીખવાડી હતી, તમને યાદ છે? શરદ પવારઃ જ્યારે મારી પાસે 10 વર્ષ દેશના કૃષિ મંત્રાલયની જવાબદારી હતી ત્યારે દેશના ખેડૂતોનું ઉત્પાદન કેવી રીતે વધે તે મારી ફરજ હતી. દેશમાં અનાજની જરૂરિયાત છે તેને દેશમાં જ કેવી રીતે પૂરી કરી શકાય તે હું વિચારતો હતો. દિલ્હીના કૃષિ મંત્રાલયની ઓફિસમાં બેસીને આ બધુ થઈ શકે તેમ નહોતું અને આ માટે દરક રાજ્યમાં જઈ ને ત્યાંના જે પણ સીએમ હોય તેમને મદદ કરવાની જરૂર હતી. આ માટે સીએમ ક્યાંનો છે તે મેં ક્યારેય જોયું નહોતું. તમામની મદદ કરી અને ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં નરેન્દ્ર મોદી સીએમ હતા. અમે કૃષિ વિકાસ માટે જે પણ સૂચન કર્યા તેના પર અમલ કરવા ધ્યાન આપતા હતા અને તેથી મેં હંમેશા તેમની મદદ કરી. સવાલઃ શું તમે 2014માં વિચારી લીધું હતું કે શિવસેના-બીજેપી બંને એકસાથે વધારે દિવસો સુધી રહેશે તો તમને નુકસાન થશે? શરદ પવારઃ બાલા સાહેબ ઠાકેરની સોચ અને બીજેપીની સોચ તથા રાજનીતિમાં ઘણું અંતર હતું. બાલા સાહેબ જીવતા હતા ત્યારે આ બંને પાર્ટી એક સાથે હતી પરંતુ લીડરશિપ બાલા સાહેબના હાથમાં હતી. શિવસેના બીજા સ્તર પર નહોતી અને શિવસેનાના નેતૃત્વમાં સરકાર ચલાવવી સરળ હતી પરંતુ જ્યારે બીજેપી તેના સાથીઓ પાસેથી લીડરશિપ લઈ લે છે ત્યારે એક અલગ સ્થિતિ ઉભી થાય છે. સવાલઃ શું શિવસેના સાથે સરકારમાં સામેલ થવા સોનિયા ગાંધી તૈયાર થયા હતા? શરદ પવારઃ કોંગ્રેસનું મન શિવસેના સાથે જવા બિલકુલ તૈયાર નહોતું. બાદમાં મેં સોનિયા ગાંધીને જઈ અનેક ઘટના બતાવી કે જ્યારે ઈન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે દેશના તમામ રાજકીય પક્ષોએ કોંગ્રેસનો વિરોધ કર્યો હતો ત્યારે બાલા સાહેબ એકલા હતા જેમણે ઈન્દિરા ગાંધીને સમર્થન કર્યુ. બાદમાં જયારે વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવા કોઈ પક્ષ તૈયાર નહોતા, તે સમયે શિવસેના એકમાત્ર એવી પાર્ટી હતી જેણે ચૂંટણીમાં તેનો એક પણ ઉમેદવાર ઉભો ન રાખ્યો અને કોંગ્રેસની મદદ કરી. ઉપરાંત જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની હતી ત્યારે પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ અને પ્રણવ મુખર્જી પદના ઉમેદવાર હતા. ત્યારે મને કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે તેમના વોટનું સમર્થન આપણને મળવું જોઈએ અને તમે જઈને તેની સાથે વાત કરો. એનડીએમાં હોવા છતાં શિવસેનાએ પ્રણવ દા અને પ્રતિભા પાટિલને વોટ કર્યો. જ્યારે કોંગ્રેસને તેમની જરૂર હતી ત્યારે હંમેશા કોંગ્રેસની મદદ કરી અને આજે તેમની સાથે જવામાં વિચારધારાની વાત અંગે વિચારવું મને પસંદ નથી. સવાલઃ બાદમાં સોનિયા ગાંધી તમારી વાત સાથે કેવી રીતે સહમત થયા? શરદ પવારઃ સોનિયા ગાંધીને કોંગ્રેસ પાર્ચટીના અનેક વિધાનસભાના સભ્યો અને નેતાઓએ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે શિવસેના સાથે નહીં જવાની સલાહ આપી હશે. જે બાદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ આ પગલું ભર્યું. સવાલઃ શું શિવસેના હવે યુપીએનો હિસ્સો બનશે કારણકે એનડીએનો હિસ્સો તો હવે રહ્યા નથી. શરદ પવારઃ મને નથી લાગતું. યુપીએના બાકી પક્ષો સાથે અમે વાત પણ નથી કરી. આ રાજ્ય સ્તરનું ગઠબંધન છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન છે. સવાલઃ તમે એક અશક્ય ચીજને શક્ય કરી બતાવી તો શું તમે મોદી અને શાહની જોડી સામે બાકી પક્ષોને એકજૂથ કરશો? શરદ પવારઃ અમે તો વાત નથી કરી પરંતુ તેના પર વાતચીત શરૂ કરવાની જરૂર છે. દેશની સામે બીજેપી એક સક્ષમ વિકલ્પ છે. તેમન સામે એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરવાની જરૂર છે. આ વાત પર લોકો ચર્ચા કરી રહ્યા છે પરંતુ આ મુદ્દા પર હજુ સુધી અમે લોકો આગળ વધ્યા નથી. સવાલઃ શું તમને લાગે છે કે આજની તારીખે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસમાં બીજેપી સામે મજબૂતીથી લડવાની તાકાત છે શરદ પવારઃ એક વાત માનવી પડશે કે અનેક રાજ્યોમાં ઘણા રાજકીય પક્ષો શક્તિશાળી નથી પરંતુ જ્યાં સુધી આપણે મળીને શક્તિશાળી બની શકીએ છીએ ત્યાં આમ કરવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટી દેશના તમામ હિસ્સામાં પહોંચેલી અને મજબૂત બેસ વાળી પાર્ટી છે અને તેમાં કોંગ્રેસ પાર્ટીનો રોલ ઘણો મહત્વનો છે. પ્રશ્ન: રાજકારણનો તમને ખૂબ જ લાંબો અનુભવ છે, જ્યારે 24 નવેમ્બરને ખબર પડી કે ફડણવીસ સીએમ અને અજીત પવાર ઉપમુખ્યમંત્રી, તમને બિલકુલ ખબર નહોતી કે શું થવા જઈ રહ્યું છે અને શું થયું? શરદ પવાર: કોઈ સવાલ જ નહોતો, એ નિર્ણય નથી લેવાનું તેમ નક્કી થયું હતું. જ્યારે સવારે  ઉઠીને મને બતાવવામાં આવ્યું ત્યારે હું આધાતમા હતો, ખાસ તો અજીત સામેલ થયો તેનાથી મને વધારે આધાત લાગ્યો હતો. અમે તાત્કાલિક પગલા લીધા કે તેને જલ્દી ઠીક કરો. મે શિવસેનાના લીડરને સ્થિતિ બતાવી અને આ દિવસે બંને પાર્ટીઓએ મહારાષ્ટ્ર અને સમગ્ર દેશે સંદેશ આપ્યો કે આમાં શરદ પવારની એનસીપી નથી, 24 કલાકમાં અમે બગાવતીઓને તોડવાનું કામ કર્યું. વિધાનસભાને જે ધારાસભ્યો અજીત સાથે ગયા તે પાછા આવી ગયા. સવાલ: તમે અજીત પવારને દિલથી માફ કર્યા? શરદ પવાર: જ્યારે સરકારમાં શપથ લેવાની વાત આવી, કોને શપથ લેવાના છે તેના પર ચર્ચા થઈ. અમારા બધાની રાય બની અને બધાનુ એ જ કહેવુ હતું કે અજીત પવારે દૂર રહેવું જોઈએ. જયંત પાટિલ અને છગન ભૂજબળને શપથ લેવા માટે મોકલ્યા. પાર્ટીએ સંદેશ આપ્યો કે આ પ્રકારના સમયમાં જે પાર્ટી સાથે ઉભા રહે છે પાર્ટી તેનું ધ્યાન રાખે છે. સવાલ: ચર્ચા હતી કે બાદમાં ઉપ મુખ્યમંત્રી બનાવી દેશો અજીત પવારને ? શરદ પવાર: બાદમાં રાજકારણમાં શું થશે તે આજે કઈ રીતે કહી શકીએ, આજે તો નહી સવાલઃ ઉદ્ધવ ઠાકરે શરૂઆતમાં સીએમ બનવા માટે અચકાઈ રહ્યા હતા આ વાત સાચી છે? શરદ પવારઃ નહીં, ઉદ્ધવ ઠાકરેએ બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે શિવસેનાનો સીએમ બેસાડીશ. તેઓ ઈચ્છતા હતા કે શિવસેનાનો સીએમ બને. તેમનું કહેવું હતુ કે હું આ જગ્યા પર બેસવા નથી માંગતો. હું શિવસૈનિકને બેસાડવા માંગુ છું. પરંતુ જ્યારે ત્રણેય પાર્ટીએ મળીને રાજ્ય ચલાવવાની વાત આવી ત્યારે એવા વ્યક્તિની જરૂર હતી કે જેના નામ પર સહમતિ બની શકે. તેના આધારે ઉદ્ધવ સીએમ બન્યા. બધાએ કહ્યું આ જવાબદારી ઉદ્ધવ તમારે જ લેવી જોઈએ અને આખરે તેઓ માની ગયા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget