શોધખોળ કરો
Advertisement
એક દેશ એક ચૂંટણી: લોકસભા ચૂંટણી સાથે થઈ શકે છે 11 રાજ્યોની વિધાનસભા ચૂંટણી, જાણો વિગત
નવી દિલ્હી: એક દેશ એક ચૂંટણીની દિશામાં સરકાર આગળ વધી શકે છે. જેને લઈને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી સાથે 11 રાજ્યોના વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. મુખ્ય વાત એ છે કે આમ કરવા માટે સરકારને સંવિધાનમાં કોઈપણ પ્રકારના સંશોધન કરવાની પણ જરૂર નહી પડે. એબીપી ન્યૂઝને સુત્રો પાસેથી જાણકારી મળી છે કે એક દેશ એક ચૂંટણી માટે લોકસભા ચૂંટણી સાથે એ રાજ્યોમાં પણ ચૂંટણી થઈ શકે છે, જેમાં લોકસભા ચૂંટણીના છ મહિના પહેલા અને છ મહિના બાદ ચૂંટણી થવાની છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી સતત વન નેશન વન ઈલેક્શનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.
આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સુત્રોની જાણકારી મુજબ, લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના સમયને જાળવવા માટે એ રાજ્યોમાં ન્યૂટ્રલ સરકાર રાખવા માટે ગવર્નર રૂલ એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાનો વિકલ્પ અજમાવી શકાય છે.
લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી આ ચાર રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં થશે તો ફેબ્રુઆરી 20109થી લઈ જૂન 2019 સુધી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી કરવામાં આવી શકે છે. આ વિકલ્પના લાગૂ કરવાથી વિપક્ષની ફરિયાદનુ નિવારણ પણ થઈ શકે છે.
લોકસભા ચૂંટણી સાથે ઓરિસ્સા, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થશે. લોકસભા ચૂંટણીના 6 મહિના બાદ હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જે રાજ્યોમાં લોકસભા ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યા તમામ જગ્યાએ ભાજપની સરકાર છે. એવામા એ સંભવ છે કે ભાજપ વન નેશન વન ઈલેક્શ મુજબ લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી કરાવે.
આ 10 રાજ્યો સિવાય બિહાર વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાઈ શકે છે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ 2020ના અંત સુધી છે, પરંતુ એવી ઘણા મોકા આવ્યા છે કે વન નેશન વન ઈલેક્શનના મુદ્દા પર નીતીશ કુમારે પીએમ મોદીને સમર્થન આપ્યું છે. આવામા સંભવ છે કે નીતીશ કુમાર આ મુહિમમાં ભાજપને સાથ આપે.
ભાજપ તરફથી એક દેશ એક ચૂંટણીના પક્ષમાં 8 પેઈઝનું સોંગધનામુ પણ કાનૂન આયોગને આપવામાં આવ્યું છે. આગમી થોડા મહિનાઓમાં આ દિશામાં ચૂંટણી પંચ, કેંદ્ર સરકાર અને 11 રાજ્ય એક સાથે આગળ વધશે તો એક દેશ એક ચૂંટણીની દિશામાં આ એક મહત્વનું પગલું હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement