શોધખોળ કરો

ભ્રષ્ટાચારને લઈ પંજાબના આરોગ્ય મંત્રી વિજય સિંઘલાના હટાવાયા, જાણો મુખ્યમંત્રી ભગવંત માને શું કહ્યું?

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય સિંઘલાને રાજ્ય કેબિનેટમાંથી બરતરફ કર્યા છે.

ચંદીગઢ:  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ ભ્રષ્ટાચારના આરોપો બાદ આરોગ્ય મંત્રી વિજય સિંઘલા(punjab health minister vijay singhla)ને રાજ્ય કેબિનેટમાંથી બરતરફ કર્યા છે.  મુખ્યમંત્રી ભગવંત માને(cm bhagwant mann ) કહ્યું કે સિંઘલાએ ટેન્ડરોમાં કથિત રીતે એક ટકા કમિશનની માંગણી કરી હોવાની માહિતી મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી માને પોલીસને તેમની સામે કેસ નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સિંઘલાએ ખોટું કર્યું હોવાનું કબૂલ્યું - ભગવંત માન

સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંઘલા પરની કાર્યવાહી બાદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે, "આમ આદમી પાર્ટીનો જન્મ પ્રામાણિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે થયો છે. અરવિંદ કેજરીવાલે હંમેશા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સહન કરશે નહીં, પછી તે પોતાનો હોય કે અન્ય કોઈપણ હોય. આરોગ્ય મંત્રી સામે ભ્રષ્ટાચારના પુરાવા મળી આવતાં જ તેમને તુરંત બરતરફ કરવામાં આવ્યા હતા. એફઆઈઆર નોંધવાનો પણ આદેશ આપ્યો છે." ભગવંત માને  દાવો કર્યો હતો કે સિંઘલાએ ખોટું કર્યું હોવાનું સ્વીકાર્યું છે.

મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો છે કે દેશના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે, જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ સીધા જ પોતાના મંત્રી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હોય. તેમણે કહ્યું કે અમારી સરકાર એક ટકા પણ ભ્રષ્ટાચાર સહન નહીં કરે. પંજાબમાં લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તે અપેક્ષા પર ખરા ઉતરવું આપણી ફરજ છે.

કેજરીવાલ ભારત માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે - સીએમ 

ભગવંત માને વધુમાં કહ્યું કે, "જ્યાં સુધી ભારત પાસે અરવિંદ કેજરીવાલ જેવા ભારત  માતાના પુત્ર અને ભગવંત માન જેવા સિપાઈ છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે." તેને જડમૂળથી ઉખેડી નાખશે. આપણે બધા તેના સૈનિક છીએ. 1% ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી. 2015 માં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં તેમના એક મંત્રીને બરતરફ કર્યા હતા. આજે દેશમાં બીજી વખત આવું બની રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગHun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Embed widget