Shatish Kaushik : શું ફાર્મહાઉસમાં બોલાવાતી રશિયન ગર્લ્સ? અપાતી બ્લ્યૂ પિલ્સ?
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, 23 ઓગસ્ટ, 2022ના રોજ સતીશ કૌશિક દુબઈમાં અમારા ઘરે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે વિકાસ પાસે તેના 15 કરોડ રૂપિયા પાછા માંગ્યા હતા. તે દરમિયાન હું ડ્રોઈંગ રૂમમાં હાજર હતી.
![Shatish Kaushik : શું ફાર્મહાઉસમાં બોલાવાતી રશિયન ગર્લ્સ? અપાતી બ્લ્યૂ પિલ્સ? Shatish Kaushik : Vikas Malu Told his Wife will Feed Blue Pills to Satish Kushik by Russian Girl Shatish Kaushik : શું ફાર્મહાઉસમાં બોલાવાતી રશિયન ગર્લ્સ? અપાતી બ્લ્યૂ પિલ્સ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/13/1f0619faa94bd29f526fc7dd3e6317e7167871233375881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shatish Kaushil Death Case : અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકના મોતના મામલામાં ષડયંત્રના આરોપોને કારણે ખળભળાટ મચી ગયો છે. વિકાસ બાલુની બીજી પત્ની સાનવીએ અભિનેતાના મૃત્યુને લઈને તેના બિઝનેસમેન પતિ વિકાસ માલુની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. દિલ્હી પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિકાસ માલુએ સતીશ કૌશિક પાસેથી રોકાણ માટે 15 કરોડ રૂપિયા લીધા હતા. જ્યારે કોરોના સમયગાળા દરમિયાન પૈસા ડૂબી ગયા ત્યારે તેણે સતીશ કૌશિકને રસ્તામાંથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું હતું. હવે તેમાં રશિયન ગર્લ્સને લઈને ખુલાસો થયો છે.
દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને મોકલવામાં આવેલી ફરિયાદમાં ઉદ્યોગપતિ વિકાસ માલુની બીજી પત્નીએ લખ્યું છે કે, મેં 13 માર્ચ 2019ના રોજ વિકાસ માલુ સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. વિકાસે જ મારો પરિચય અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિક સાથે કરાવ્યો હતો. તે ભારત અને દુબઈમાં અમારા પરિવારના નિયમિત મહેમાન હતા.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, 23 ઓગસ્ટ, 2022ના રોજ સતીશ કૌશિક દુબઈમાં અમારા ઘરે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે વિકાસ પાસે તેના 15 કરોડ રૂપિયા પાછા માંગ્યા હતા. તે દરમિયાન હું ડ્રોઈંગ રૂમમાં હાજર હતી. આ બાબતે ઝઘડો થયો હતો. સતીશ કૌશિક કહી રહ્યા હતા કે, તેમને પૈસાની સખત જરૂર છે. સતીશજીએ ત્રણ વર્ષ પહેલા વિકાસને ક્યાંક રોકાણ કરવા માટે 15 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ વિકાસે કોઈ પણ પ્રકારના પૈસા આપ્યા ન હતા. રોકાણ કર્યું ન હતું અને તે પૈસા પરત પણ કરતા ન હતા. તે તેના મિત્ર સતીશ સાથે છેતરપિંડી કરી રહ્યો હતો.
"મારા પતિ વિકાસ માલુએ તે દરમિયાન સતીશ કૌશિકને વચન આપ્યું હતું કે તે તેના 15 કરોડ રૂપિયા ટૂંક સમયમાં ભારત પરત ફર્યા બાદ પાછા આપી દેશે. તે જ રાત્રે જ્યારે પતિ વિકાસ મારા રૂમમાં આવ્યો ત્યારે મેં તેમને પૂછ્યું, સતીશ કૌશિક જી કયા પૈસા માંગે છે? જવાબમાં વિકાસે કહ્યું હતું કે, તેણે 15 કરોડ રૂપિયા આપ્યા છે, જે કોરોનાના સમયગાળા દરમિયાન ડૂબી ગયા હતા. પછી જ્યારે મેં પૂછ્યું કે, તમે હવે શું કરશો? વિકાસે કહ્યું, તે કોઈ દિવસ રશિયન છોકરીને બોલાવશે અને તેને બ્લુ ગોળીઓનો ઓવરડોઝ આપશે. તે એમ જ મરી જશે. તેને કોણ પૈસા પાછા આપશે."
બીજા દિવસે ફરી પૈસા માંગવા પર વિકાસ ગુસ્સે થયો હતો
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે એટલે કે 24 ઓગસ્ટ, 2022ના રોજ સતીશ કૌશિકે ફરીથી પોતાના 15 કરોડ રૂપિયા માંગ્યા, તો વિકાસ માલુ ગુસ્સે થઈ ગયા. અભિનેતાને કહ્યું હતું કે, તમને એક વખત કહેવામાં આવ્યું છે કે નુકસાન થયું છે, પરંતુ હું પરત કરી દઈશ. ભારત જઈને હું પૈસા પરત કરી દઈશ. વધારે હોબાળો ના મચાવીશ. તમે 15 કરોડ રોકડા આપ્યા છે. તમે કોઈ કાયદાકીય પગલાં ના લઈ શકે, તેની ધાંતિ રાખ.
આ સાંભળીને સતીશ કૌશિક ચોંકી ગયા, પરંતુ વિકાસને કહ્યું હતું કે, તે મને 15 કરોડની પ્રોમિસરી નોટ આપી છે. બરાબર એ જ રાત્રે વિકાસ માલુએ પોતે જ મને કહ્યું હતું કે, સતીશ કૌશિકની કોઈ ગોઠવણ કરવી જ પડશે, નહીં તો તે ચૂપ નહીં રહે.
ગંભીર આરોપ લગાવતા મહિલાએ આગળ લખ્યું હતું કે, વિકાસ માલુ પાસે ગાંજા, કોકેન, હેરોઈન, બ્લુ પિલ્સ, પિંક પિલ્સ, MDMA, GSB વગેરે જેવી તમામ પ્રકારની દવાઓનો મોટો સંગ્રહ છે. તે તેનો ઉપયોગ દિલ્હીમાં તેના ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીઓમાં કરે છે. જ્યારે પણ હું પૂછું છું કે, આટલી બધી દવાઓ અને ગોળીઓ કોની છે, ત્યારે તે કહેતો - તુ નહીં સમજી શકે.
વિકાસ માલુની પત્નીએ ફરિયાદ અરજીમાં લખ્યું છે કે, ઉદ્યોગપતિ વિકાસ માલુના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ સાથે સારા સંબંધો છે. તે તેનો ઉપયોગ પોતાને બચાવવા માટે કરશે. વિકાસ એક રીઢો ગુનેગાર છે. તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે અને તે જેલમાં પણ ગયો છે. તેથી આ બાબતોને ધ્યાનમાં રાખીને સતીશ કૌશિકના શંકાસ્પદ મૃત્યુના કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)