શોધખોળ કરો

'અનેક સ્વિસ એકાઉન્ટ્સમાં જમા 31 કરોડ ડૉલર ફ્રીઝ', હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર લગાવ્યા નવા આરોપ

અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ આરોપોને ખોટા ગણાવ્યા છે. ગ્રુપે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ બધું તેમની માર્કેટ વેલ્યુને નીચે લાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research)  ફરી એકવાર અદાણી ગ્રુપ (Adani Group) પર નિશાન સાધ્યું છે. હિંડનબર્ગે દાવો કર્યો હતો કે સ્વિસ અધિકારીઓએ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપોની તપાસના ભાગરૂપે અદાણી જૂથના છ સ્વિસ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કરાયેલા 31 કરોડ ડોલરથી વધુની રકમ ફ્રીઝ  કરી છે.

હિંડનબર્ગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે સ્વિસ અધિકારીઓએ મની લોન્ડરિંગ અને છેતરપિંડી અંગેની તપાસના ભાગરૂપે અદાણી ગ્રુપના કેટલાક સ્વિસ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કરાયેલા 310 મિલિયન ડોલરથી વધુ રકમને ફ્રીઝ કરી દીધી છે. આ તપાસ 2021થી ચાલી રહી છે.

હિંડનબર્ગે એક સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીને ટાંકીને જણાવ્યું હતું કે કઇ રીતે અદાણીનું પ્રતિનિધિત્વ કરતા એક સહયોગીએ બ્રિટિશ વર્જિન ટાપુઓ/મોરિશિયસ અને બર્મુડામાં શંકાસ્પદ ભંડોળમાં રોકાણ કર્યું હતું. આ ફંડના મોટા ભાગના રૂપિયા અદાણીના શેર્સમાં રોકાયા હતા. આ છ સ્વિસ બેન્કોમાં 31 કરોડથી વધુ ડોલર હતા, જે હવે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડ પરથી આ જાણકારી મળી હતી.

અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ આરોપોને ખોટા ગણાવ્યા છે. ગ્રુપે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ બધું તેમની માર્કેટ વેલ્યુને નીચે લાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમજ અમારી કંપનીનું કોઈ એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું નથી. અમારું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રક્ટર સંપૂર્ણપણે પારદર્શી અને કાયદા અનુસાર છે. અમને એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે આ તે લોકોનો પ્રયાસ છે જેઓ અમારી પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

હિંડનબર્ગે ગયા વર્ષે આ આરોપ લગાવ્યો હતો

હિંડનબર્ગ રિસર્ચે ગયા વર્ષે 24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રુપ પર 106 પેજનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર દેવાથી લઈને શેરના ભાવમાં હેરાફેરી સુધીના વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. હિંડનબર્ગના પ્રથમ રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 60 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જો કે, અદાણી ગ્રુપના શેરોએ આ વર્ષે રિકવરી મેળવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!

ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર

પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....

ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું

Embed widget