તામિલનાડુમાં મોટી દુર્ઘટના, કુન્નૂરમાં પર્યટકોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 8ના મોત, 35 ઈજાગ્રસ્ત
તામિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી.
Bus Fell Into Gorge In Tamil Nadu: તામિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. બસમાં 55 મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
VIDEO | Eight people dead, more than thirty injured after a tourist bus fell into a gorge in Coonoor area of Tamil Nadu's Nilgiris district.
— Press Trust of India (@PTI_News) September 30, 2023
CM Stalin has announced an ex-gratia amount of Rs 8 lakh each for the kin of dead and Rs 1 lakh each for seriously injured while Rs 50,000… pic.twitter.com/GtKlRiZimg
ઘટના અંગે કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવણ સુંદરે જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
ઈજાગ્રસ્તોને સારવાર માટે કુન્નુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બસમાં 55 લોકો સવાર હતા જેમાંથી 35 લોકો ઘાયલ થયા હતા અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા કુન્નુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓ છે
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે બસ કુન્નૂર નજીક મરાપલમ ખાતે 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, શનિવારે (30 સપ્ટેમ્બર) તમિલનાડુમાં મરાપલમ નજીક એક પ્રવાસી બસ ખાડીમાં પડતાં ત્રણ મહિલાઓ સહિત ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
જ્યારે કુન્નુર સરકારી હોસ્પિટલના જોઈન્ટ ડાયરેક્ટર પલાની સૈમીએ પણ 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, "મૃતકોમાં ત્રણ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે."
મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી
આ દરમિયાન, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિજનોને 8-8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ પ્રત્યેકને 1 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50,000 રૂપિયા વળતરની જાહેરાત કરી છે.