'કહી દો.... અમે બધા રામના દુશ્મન છીએ', DMK નેતા એ રાજાએ ફરી આલાપ્યો અલગ તામિલ દેશનો રાગ
રાજાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 4 માર્ચે, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને તેમના સનાતન વિરોધી વક્તવ્ય માટે ઠપકો આપ્યો હતો
A Raja Controversy: ડીએમકે નેતા એ રાજા ફરી એકવાર ચર્ચામાં છે. આ મામલો ભારત અને સનાતન ધર્મ અંગેના તેમના વિવાદાસ્પદ નિવેદનનો છે. એ રાજાએ તેમના તાજેતરના એક નિવેદનમાં કહ્યું, “ભારત એક રાષ્ટ્ર છે જ નહીં, એ વાતનો સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતુ જ નહીં, ભારત એક રાષ્ટ્ર નહીં, પરંતુ એક ઉપમહાદ્વીપ છે''
રાજાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 4 માર્ચે, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને તેમના સનાતન વિરોધી વક્તવ્ય માટે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમના નિવેદનના પરિણામો જાણવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે "તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે રાહત માંગી રહ્યા છો. તમે સામાન્ય માણસ નથી, તમે રાજકારણી છો."
વાનર સાથે કરી ભગવાન હનુમાનની તુલના
ડીએમકે નેતા એ રાજા વીડિયોમાં કહેતા જોવા મળે છે કે જો તમે કહો કે આ તમારા ભગવાન અને ભારત માતા કી જય છે, તો અમે તે ભગવાન અને ભારત માતાને ક્યારેય સ્વીકારીશું નહીં. તેમને કહો કે આપણે બધા રામના દુશ્મન છીએ. તેણે કહ્યું કે હું રામાયણ અને ભગવાન રામમાં વિશ્વાસ નથી રાખતો. એક રાજાએ ભગવાન હનુમાનની તુલના વાનર સાથે કરી અને 'જય શ્રી રામ'ના નારાને ઘૃણાસ્પદ ગણાવ્યા.
શું છે એ રાજાનું આખું નિવેદન ?
પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, ભારત ક્યારેય એક રાષ્ટ્ર નહોતું. એક રાષ્ટ્ર એટલે એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ. તો જ તે રાષ્ટ્ર બને છે. ભારત એક રાષ્ટ્ર નથી, પણ એક ઉપખંડ છે.
ભારતને ઉપમહાદ્વીપ કહેવાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે, અહીં તમિલ એક રાષ્ટ્ર અને એક દેશ છે. મલયાલમ એક ભાષા, એક રાષ્ટ્ર અને એક દેશ છે. ઉડિયા એક રાષ્ટ્ર, એક ભાષા અને એક દેશ છે. જો આ બધા રાષ્ટ્રો મળીને ભારત બનાવે તો ભારત દેશ નથી. આ એક ઉપખંડ છે.
'તામિલનાડુ-કેરળ-દિલ્હી બધાની સંસ્કૃતિ અલગ'
એ રાજાએ આગળ કહ્યું, “ત્યાં ઘણી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે. તમિલનાડુમાં આવો તો ત્યાંની સંસ્કૃતિ છે. કેરળમાં બીજી સંસ્કૃતિ છે. દિલ્હીમાં બીજી સંસ્કૃતિ છે. ઉડિયામાં બીજી સંસ્કૃતિ છે.
તેણે આગળ કહ્યું, "તે જ રીતે, કાશ્મીરમાં પણ એક સંસ્કૃતિ છે. તેનો સ્વીકાર કરો. મણિપુરમાં લોકો કૂતરાનું માંસ ખાય છે, આ હકીકત સ્વીકારો. જો કોઈ સમુદાય બીફ ખાય તો તમને શું સમસ્યા છે? શું તેઓએ તમને ખાવાનું કહ્યું? તેથી, વિવિધતામાં એકતા હોવા છતાં, આપણી વચ્ચે તફાવતો છે. તેનો સ્વીકાર કરો.