Lord Buddha Relics:ભગવાન બુદ્ધના અવશેષો થાઇલેન્ડથી ભારત પરત આવ્યા, દિલ્હીમાં કરવામાં આવી વિશેષ પૂજા
Lord Buddha Relics: પૂજનિય બૌદ્ધના અવશેષોને પ્રદર્શન માટે 22 ફેબ્રુઆરીના થાઇલેન્ડ લઇ જવામાં આવ્યાં હતા હવે તેમને સંપૂર્ણ સન્માન સાથે ફરી ભારત લાવવામાં આવ્યાં છે.
Lord Buddha Relics In India: ભગવાન બુદ્ધ અને તેમના બે મુખ્ય શિષ્યો, અરહંત સરીપુત્ર અને મૌદગલયાનના અવશેષો થાઈલેન્ડથી ભારત પાછા લાવવામાં આવ્યા હતા. આ પવિત્ર અવશેષો પરત ભારત આવ્યાં તે સમયે એરપોર્ટ પર વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, IBC ડાયરેક્ટર જનરલ અભિજિત હલદર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને બૌદ્ધ ધર્મના વડાઓ મંગળવારે પવિત્ર અવશેષો ભારત લાવ્યા હતા. દિલ્હીમાં પણ ભગવાન બુદ્ધના અવશેષોની પૂજા કરવામાં આવી હતી.
ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો અર્હત સરીપુત્ર અને અર્હત મૌદગલયાનના પવિત્ર અવશેષોને 26 દિવસના પ્રદર્શનના ભાગરૂપે થાઈલેન્ડમાં વિવિધ સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ અવશેષોને 22 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં મોકલવામાં આવ્યાં હતા.
ભગવાન બુદ્ધ અને તેમના બે શિષ્યોના ચાર પવિત્ર પિપરાહવા અવશેષો ભારતમાં સચવાયેલા છે. ભગવાન બુદ્ધના અવશેષો રાષ્ટ્રીય સંગ્રહાલયના રક્ષણ હેઠળ છે જ્યારે તેમના શિષ્યોના અવશેષો થાઈલેન્ડમાં પ્રદર્શન માટે મધ્યપ્રદેશ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
ઉલ્ખેનિય છે કે,. બેંગકોકમાં સનમ લુઆંગ મંડલમાં 23 ફેબ્રુઆરીના રોજ તેને જાહેર પૂજા કરવા માટે રાખવામાં આવ્યા હતા. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે કહ્યું હતું કે,આ પ્રથમ વખત છે, જ્યારે ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના પવિત્ર અવશેષો એકસાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ અનુસાર, આ પવિત્ર અવશેષોને 4-8 માર્ચ દરમિયાન હો કુમ લુઆંગ, રોયલ રુજાપ્રુક, ચિયાંગ માઈ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. 9-13 માર્ચ સુધી વાટ મહા વાનરામ, ઉબોન રત્ચાથાની અને 14-18 માર્ચ સુધી વાટ મહા થટ, ઓલુ, ક્રાબી ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને જાહેરમાં તેમની પૂજા કરવામાં આવી હતી.