શોધખોળ કરો

'ગુજરાત નહીં લખનઉમાં રમાડતાં ફાઇનલ તો મળતા ભગવાન વિષ્ણુના આશીર્વાદ', ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર અખિલેશ યાદવનો કટાક્ષ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલને લઇને હવે વધુ એક માટો સમાચાર સામે આવ્યા છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટ્રૉફી પર કબજો જમાવ્યો છે.

Akhilesh Yadav News: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલને લઇને હવે વધુ એક માટો સમાચાર સામે આવ્યા છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટ્રૉફી પર કબજો જમાવ્યો છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની મેચ પર કટાક્ષ કર્યો છે. સૈફઈમાં સમાજવાદી પાર્ટીની પીડીએ સાઈકલ અને પદયાત્રાના સમાપન સમયે અખિલેશ યાદવે આ ચોંકાવનારુ નિવેદના આપ્યુ હતુ. 

સૈફઈમાં અખિલેશ યાદવે કહ્યું કે, "24ની આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. ફાઈટર એરક્રાફ્ટ ઉપરથી ઉડી રહ્યા છે, તેઓ સાઈકલ સવારોને સલામી આપી રહ્યા છે. હું કહીશ કે જો આ મેચ ગુજરાતને બદલે લખનઉમાં રમાઇ હોત તો ઘણાબધા આશીર્વાદ મળ્યા હોત. ઇકાના નામ છે તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળતાં. તેમણે કહ્યું કે ભાજપથી સહી શકાયુ નહીં અને સ્ટેડિયમનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર બદલી નાખ્યું. જો મેચ અહીં રમાઇ હોત તો ભગવાન વિષ્ણું અને અટલ બિહારી વાજપેયી બન્નેના આશીર્વાદ મળ્યા હોત. લોકો કહી રહ્યા છે કે પીચમાં પણ ગડબડ હતી.

મુલાયમ સિંહ યાદવની મનાવવામાં આવશે જયંતી 
અખિલેશે પીડીએ યાત્રામાં ભાગ લેનાર નેતાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું કે સૌથી પહેલા હું મારા તમામ સાથીઓને અભિનંદન આપવા માંગુ છું. જ્યારે યાત્રા શરૂ થઈ ત્યારે તે લોકશાહી બચાવો, બંધારણ બચાવો યાત્રા હતી. મને ખુશી છે કે સમાજવાદી પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓએ તમારા કાર્યક્રમમાં ભાગ લીધો.

અખિલેશ યાદવે કહ્યું કે, આવતીકાલે આપણે નેતાજીને યાદ કરીશું અને તેમનો જન્મદિવસ ઉજવીશું, તે પહેલા તમારી યાત્રા સૈફઈમાં પૂરી થઈ ગઈ. આજે પણ જો આપણે નેતાજીને યાદ કરીએ છીએ તો સૈફઈને પણ યાદ કરીએ છીએ. જો કોઈએ સૈફઈ અને સમાજવાદને માન્યતા આપી હોય તો નેતાજી જીવનભર સમાજવાદ માટે લડતા રહ્યા છે.

ICC Cricket World Cup: હવે ચાર વર્ષ વધુ ઇન્તજાર, જાણો ક્યારે ને ક્યાં રમાશે નેક્સ્ટ વર્લ્ડકપ

વર્લ્ડકપ 2023ની ફાઇનલ પુરી થઇ ગઇ છે, વનડે ક્રિકેટને નવું ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના રૂપમાં મળી ગયુ છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ ટીમ ઇન્ડિયા અહીં ટ્રૉફી ઉપાડવાનું ચૂકી ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાના હાથમાં વર્લ્ડકપની ટ્રોફી જોવા માટે વધુ ચાર વર્ષ રાહ જોવી પડશે. ODI ક્રિકેટમાં આગામી વર્લ્ડકપ હવે વર્ષ 2027માં રમાવવાનો છે. આ વર્લ્ડકપની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરી રહ્યા છે. ત્રણેય દેશો સાથે મળીને આગામી વર્લ્ડકપની યજમાની કરશે. આ બીજી વખત બનશે જ્યારે આફ્રિકન ખંડમાં વર્લ્ડકપ રમાશે. આ પહેલા વર્લ્ડકપ 2003નું પણ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી કેન્યાએ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે વિશ્વકપની મેચોની યજમાની કરી. તે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયા હતા પરંતુ કેન્યા સેમિફાઈનલમાં પહોંચી હતી. કેન્યાને સેમિફાઇનલમાં ભારતીય ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષ પહેલા આફ્રિકામાં આયોજિત આ વર્લ્ડકપ ટીમ ઈન્ડિયા માટે યાદગાર રહ્યો હતો. ભારતીય ટીમ 1983 બાદ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. જો કે તે પછી પણ ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ દેશોનું ક્વૉલિફિકેશન પાક્કુ 
યજમાન હોવાને કારણે, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વર્લ્ડકપ 2027 રમશે તે નક્કી છે પરંતુ નામિબિયા સાથે આવું થશે નહીં. તેણે આગામી કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનના આધારે પોતાનું સ્થાન બનાવવું પડશે. નામિબિયાની વર્લ્ડકપમાં પ્રવેશની ફૉર્મ્યૂલા અન્ય ટીમોની જેમ જ રહેશે.

કેટલી ટીમો લેશે ભાગ અને કઇ રીતે મળશે એન્ટ્રી ?

આગામી વર્લ્ડકપમાં 14 ટીમો ભાગ લેશે. આમાંથી બે ટીમો પહેલેથી જ નક્કી છે. આ પછી, ICC ODI રેન્કિંગમાં ટોચની 8 ટીમોને વર્લ્ડકપ પહેલા એક નિશ્ચિત સમય મર્યાદા માટે સીધી વર્લ્ડકપની ટિકિટ મળશે. બાકીની ચાર ટીમો ક્વૉલિફાયર મેચો દ્વારા ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી શકશે.

શું હશે ફૉર્મેટ ?
વર્લ્ડકપ 2027માં દરેક 7 ટીમોના બે ગ્રુપ હશે. અહીં રાઉન્ડ રોબિન તબક્કા પછી બંને ગૃપમાંથી ટોચની 3 ટીમો આગળના તબક્કામાં જશે, એટલે કે બીજા રાઉન્ડમાં 6 ટીમો હશે. એક ગ્રુપની ટીમ બીજા ગ્રુપની તમામ ટીમો સામે એક-એક મેચ રમશે. આ રીતે દરેક ટીમ આ રાઉન્ડમાં 3 મેચ રમશે. આ તબક્કામાં બે ટીમો બહાર થઈ જશે અને પછી સેમિફાઈનલ મેચ રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget