Uttarakhand Election: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપીને આ નેતા કોંગ્રેસમાં થયા સામેલ
થોડા મહિના પહેલા યશપાલ આર્ય નારાજ થયા હોવાના અહેવાલો હતા. તે સમયે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આર્યને મળ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
Yashpal Arya Joins Congress: ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ સત્તાધારી ભાજપને મોટો આંચકો લાગ્યો છે. 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા યશપાલ આર્ય અને તેમના પુત્ર સંજીવ આર્ય કોંગ્રેસમાં જોડાયા છે. બંને નેતાએ કોંગ્રેસનું સભ્યપદ લઈને ઘર વાપસી કરી છે. આ દરમિયાન કોંગ્રેસ સંગઠન મંત્રી કેસી વેણુગોપાલ, પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને રણદીપ સુરજેવાલા દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં હાજર હતા.
કોંગ્રેસમાં જોડાતા પહેલા યશપાલ આર્યએ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. યશપાલ અને તેમના પુત્ર સંજીવ બંને વર્ષ 2017 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ સરકારની રચના બાદ યશપાલને ભેટ આપીને તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. તે જ સમયે, હવે બંને નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે.
Uttarakhand BJP leader Yashpal Arya along with his son MLA Sanjeev joins Congress in presence of party leaders Harish Rawat & KC Venugopal in Delhi
— ANI (@ANI) October 11, 2021
"He (Yashpal) has just tendered resignation from the post of Uttarakhand Cabinet Minister," says Congress leader Randeep Surjewala pic.twitter.com/GRBJsBWSa9
યશપાલ આર્ય નારાજ હતા
થોડા મહિના પહેલા યશપાલ આર્ય નારાજ થયા હોવાના અહેવાલો હતા. તે સમયે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આર્યને મળ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો કે, એવું લાગે છે કે સીએમ ધામીના પ્રયત્નો ફળ્યા નથી.
આ પણ વાંચોઃ Bank Holidays: કાલથી સતત 9 દિવસ આ શહેરોમાં બંધ રહેશે બેંકો, આજે જ પતાવી દો તમારા કામ
ઘરનો દરવાજો ખોલતાં જ બાળકીઓ અંદરનું દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ, માતાની પાસે ત્રણ વર્ષનો ભાઈ......
India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે 19 હજારથી ઓછા નોંધાયા કેસ, 193 લોકોનાં મોત