(Source: ECI/ABP News/ABP Majha)
Bank Holidays: કાલથી સતત 9 દિવસ આ શહેરોમાં બંધ રહેશે બેંકો, આજે જ પતાવી દો તમારા કામ
Bank Holidays: જો તમારે પણ આવનારા દિવસોમાં બેંકમાં જવું હોય અથવા બેંકિંગને લગતું કોઈ કામ હોય તો આજે જ પતાવી દેજો. જોકે આ 9 દિવસની રજાઓ રાજ્યો અનુસાર છે.
Bank Holidays: તહેવારોની સીઝન દરમિયાન જો તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારા માટે કામના સમાચાર છે. આવતીકાલથી એટલે કે 12 ઓક્ટોબરથી સતત 9 દિવસ સુધી ઘણા શહેરોની બેંકો બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. જો તમારે પણ આવનારા દિવસોમાં બેંકમાં જવું હોય અથવા બેંકિંગને લગતું કોઈ કામ હોય તો આજે જ પતાવી દેજો. જોકે આ 9 દિવસની રજાઓ રાજ્યો અનુસાર છે.
કયા શહેરોમાં બેંકો બંધ રહેશે
- 12 ઓક્ટોબર - દુર્ગા પૂજા સપ્તમીના કારણે અગરતલા અને કોલકાતામાં બેંકો બંધ રહેશે.
- 13 ઓક્ટોબર - દુર્ગા પૂજાના મહા અષ્ટમીના કારણે અગરતલા, કોલકાતા તેમજ ભુવનેશ્વર, ગંગટોક, ગુવાહાટી, પટના અને રાંચીમાં બેંકો બંધ રહેશે.
- 14 ઓક્ટોબર - દુર્ગા પૂજા નવમીના કારણે અગરતલા, ભુવનેશ્વર, કોલકાતા, ગંગટોક, ગુવાહાટી, કાનપુર, લખનૌ, શિલોંગ, શ્રીનગર, તિરુવનંતપુરમ, પટના અને રાંચીમાં બેંકોમાં કામગીરી નહીં થાય.
- 15 ઓક્ટોબર - દશેરાના કારણે દેશભરની બેંકો બંધ રહેશે, પરંતુ આ દિવસે ઈમ્ફાલ અને શિમલાની બેંકોમાં કામ રહેશે.
- 16 ઓક્ટોબર - દુર્ગા પૂજાને કારણે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
- 17 ઓક્ટોબર - રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
- 18 ઓક્ટોબર - કટી બિહુને કારણે, ગુવાહાટીની બેંકો બંધ રહેશે.
- 19 ઓક્ટોબર- બેલાપુર, ભોપાલ, ચેન્નઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, કાનપુર, કોચી, લખનૌ, મુંબઈ, નાગપુર, દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેન્કો ઈદ-એ-મિલાદના કારણે બંધ રહેશે .
- 20 ઓક્ટોબર - મહર્ષિ વાલ્મિકી જયંતિના દિવસે અગરતલા, બેંગલુરુ, ચંદીગ,, કોલકાતા અને શિમલામાં બેંકો બંધ રહેશે.
ઓક્ટોબરમાં કુલ કેટલી રજા
RBI ની વેબસાઈટ મુજબ ઓક્ટોબર મહિનામાં કુલ 21 દિવસની રજાઓ હતી. આ બધી રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હતી. તમને જણાવી દઈએ કે શનિવાર અને રવિવારની રજાઓ પણ આ રજાઓની યાદીમાં સામેલ છે.
RBI ની સત્તાવાર વેબસાઇટ પણ કરો ચેક
બેંક રજાઓ વિશે વધુ માહિતી માટે ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર લિંક https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx ની મુલાકાત લઈ શકો છો. અહીં તમને દર મહિને દરેક રાજ્યની બેંક રજાઓ વિશે માહિતી મળશે.