WHOનું નિવેદન, કહ્યું, ભારતમાં ફેલાયેલ કોવિડ-19નો 'બી. 1.617' સ્વરૂપ હવે ચિંતાનું કારણ છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સૌથી પહેલા ભારતમાં જોવા મળેલ બી1.617 કોવિડ -19ના ત્રણ સ્વરૂપો છે. જેમાં એક બી,1.617.2 જ હવે ચિંતાનું કારણ છે. જ્યારે અન્ય બે સ્વરૂપોનું સંક્રમણ ફેલાવવાનું એકદમ ઓછું થઇ ગયું છે.
![WHOનું નિવેદન, કહ્યું, ભારતમાં ફેલાયેલ કોવિડ-19નો 'બી. 1.617' સ્વરૂપ હવે ચિંતાનું કારણ છે who statement said b 1 617 form of covid 19 found in india i now a cause for concern WHOનું નિવેદન, કહ્યું, ભારતમાં ફેલાયેલ કોવિડ-19નો 'બી. 1.617' સ્વરૂપ હવે ચિંતાનું કારણ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/02/14b5d8b1fe536b290678632499e83fd8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સંયુક્ત રાષ્ટ્ર: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સૌથી પહેલા ભારતમાં જોવા મળેલ બી1.617 કોવિડ -19ના ત્રણ સ્વરૂપો છે. જેમાં એક બી,1.617.2 જ હવે ચિંતાનું કારણ છે. જ્યારે અન્ય બે સ્વરૂપોનું સંક્રમણ ફેલાવવાનું એકદમ ઓછું થઇ ગયું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સૌથી પહેલા ભારતમાં જોવા મળેલ બી1.617 કોવિડ -19ના ત્રણ સ્વરૂપો છે. જેમાં એક બી,1.617.2 જ હવે ચિંતાનું કારણ છે. જ્યારે અન્ય બે સ્વરૂપોનું સંક્રમણ ફેલાવવાનું એકદમ ઓછું થઇ ગયું છે.
બી.1.617 સ્વરૂપ સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. તેના ત્રણ સ્વરૂપ છે. 1.617.1 બી, 1.617.3 બી, અને બી 1,1.617.2બી છે. ડબ્લ્યુએચઓ દ્રારા કહ્યું, પ્રકાશિત એક પત્રિકામાં કહેવામાં આવ્યું કે, ત્રણેય સ્વરૂપોમાંતી માત્રા એક જ વેરિયન્ટ ચિંતાનું કારણ છે. લોકોની જાનનો ખતરો બી 1.617.2 છે.
ડબલ્યુએચઓએ કહ્યું કે, લોકોના જીવને સૌથી વધુ ખતરો બી. 1.617.2થી છે. જો કે બાકી સ્વરૂપથી સંક્રમણ ફેલાવાની દર ખૂબ જ ઓછી છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી દ્વારા ચાલું અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, બી. 1.617.2 હવે વીઓસી છે અને હવે સંક્રમણ ફેલાવવાનો વધતો દર અને તેની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. હાલ આ વેરિયન્ટનું અધ્યયન ડબ્લ્યુએચઓ માટે ઉચ્ચ પ્રાથમિકતા છે.
WHOએ સોમવારે કોવિડ-19ના મહત્વના સ્વરૂપોના નામ આપીને નવી પ્રણાલીની ઘોષણા કરી છે અને આ નામ ગ્રીક વર્ણમાલા પર આધારિત છે. જેથી તેનું નામ આપવું અને યાદ રાખવું સરળ રહેશે.
સંક્રમણમાં સતત ઘટાડો
અપડેટમાં જણાવ્યું છે કે ભારતમાં ગયા અઠવાડિયે કોવિડ -19 ના નવા 13,64,668 કેસ નોંધાયા હતા. જે પાછલા અઠવાડિયા કરતા 26 ટકા ઓછા છે. બ્રાઝિલમાં 420,981, આર્જેન્ટિનામાં 219,910, યુએસમાં 153,587 અને કોલમ્બિયામાં 150,517 નવા કેસ નોંધાયા છે.
દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં પાછલા અઠવાડિયાથી 1.5 મિલિયનથી વધુ નવા કેસ અને 29,000 થી વધુ લોકોના મોત, અનુક્રમે 24 ટકા અને આઠ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, "સંક્રમણના કેસોમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો થયો છે અને માર્ચ 2021 ની શરૂઆત પછી પહેલીવાર મૃત્યુના કિસ્સાઓમાં ઘટાડો થયો છે."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)