Wrestler Case: બ્રિજભૂષણને આ મામલે અપાઇ ક્લીન ચિટ, દિલ્હી પોલીસે દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
દિલ્હી પોલીસે આ કેસમાં 15 જૂને રાઉઝ એવન્યૂ કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી
Wrestler Protest: રેસલર્સે ગયા મહિને ભારતીય રેસલિંગ એસોસિએશનના પૂર્વ ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 15 જૂને રાઉઝ એવન્યૂ કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
Wrestlers' case | Cancellation report has been filed in the minor's case in Delhi Patiala House Court; the next date of hearing is 4th of July
— ANI (@ANI) June 15, 2023
A Cancellation Report is filed in cases when no corroborative evidence is found
#WATCH | Minor wrestler's case | We have filed the final report in the POCSO case; the next date of hearing is the 4th of July: Atul Srivastava, Special Public Prosecutor pic.twitter.com/iCTiUNhNIo
— ANI (@ANI) June 15, 2023
બીજી તરફ પૉક્સો કેસમાં બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત મળી હતી. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે આ કેસમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, તેથી અમે આ કેસની તપાસ બંધ કરી રહ્યા છીએ. પોલીસ રિપોર્ટની નોંધ લેતા કોર્ટે કેસની આગામી સુનાવણી 4 જૂલાઈના રોજ કરશે.
Wrestlers' case | Cancellation report has been filed in the minor's case in Delhi Patiala House Court; the next date of hearing is 4th of July
— ANI (@ANI) June 15, 2023
A Cancellation Report is filed in cases when no corroborative evidence is found
દિલ્હી પોલીસે ગુરુવારે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સાત કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 6 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરાની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીરા દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.
#WATCH | The chargesheet has been filed under sections 354, 354D, 345A & 506 (1) of IPC, says Special Public Prosecutor Atul Srivastava on chargesheet in sexual harassment charges against former WFI chief Brij Bhushan Sharan Singh. pic.twitter.com/BugzXunOi2
— ANI (@ANI) June 15, 2023
બ્રિજ ભૂષણ સામે જાતીય શોષણનો કેસ દાખલ કરનાર સગીર રેસલરે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. અગાઉ પોતાના નિવેદનમાં સગીરાએ બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, હવે તેણે પોતાનું નિવેદન બદલીને કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
In the POCSO matter, after completion of the investigation, we have submitted a police report under section 173 Cr PC requesting for a cancellation of the case based upon statements of the complainant i.e., the father of the minor victim and the victim herself: Delhi Police https://t.co/XWKBzpXhHs
— ANI (@ANI) June 15, 2023
મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા પોતાના પહેલા નિવેદનમાં સગીરાએ જાતીય વાત કરી હતી. બીજા નિવેદનમાં સગીરાએ જાતીય શોષણના આરોપને પરત ખેંચ્યા હતા અને કહ્યું હતું કે મારી પસંદગી કરવામાં આવી ન હતી, મેં ખૂબ મહેનત કરી હતી, હું ડિપ્રેશનમાં હતી, તેથી ગુસ્સામાં મેં જાતીય શોષણનો કેસ નોંધાવ્યો હતો.