શોધખોળ કરો

Mehsana: સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સાત વર્ષની જેલની સજા, હવે નહીં લડી શકે ચૂંટણી

આ પહેલા આજે મહેસાણાની કોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા

Mehsana: દિગ્ગજ રાજનેતા ગણાતા વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણાના દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ આજે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ કેસમાં વિપુલ ચૌધરી સહિત કુલ 15 આરોપીએને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે સજા સંભળાવી હોવાથી હવે વિપુલ ચૌધરી આગામી ચૂંટણી નહીં લડી શકે. આ કેસમાં કોર્ટે તમામ 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, અને વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વિપુલ ચૌધરી રાજ્ય સરકારમાં પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે.

આ પહેલા આજે મહેસાણાની કોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ પછી હવે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા અંગે જે કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ, તેમાં આ તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ખાસ વાત છે કે આ કેસમાં સામેલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના કોર્ટનો ચૂકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા છે, અને હવે આ કેસમાં 19 વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોર્ટમાં 23 સાક્ષીઓની આ કેસ મામલે જુબાની લેવામાં આવી હતી.

માહિતી પ્રમાણે, મહેસાણાની દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજે મહેસાણાની સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો, આ કેસમાં વિપુલ ચૌધરી અને પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી પણ આરોપી હતા, અને તેમને દોષિત જાહેર કર્યા બાદ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ખાસ વાત છે કે, આ કેસમાં ડેરીને નુકસાન પહોંચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, અને કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા હતા, અને આ ઉપરાંત 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થયો હતો.

જાણો કોણ છે વિપુલ ચૌધરી ?
વિપુલ ચૌધરી એ માધ્યમિક સુધી મહેસાણામાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ અમદાવાદ કોલેજ કરી હતી. જેમાં તેઓ એલડી કોલેજમાં જનરલ સેક્રેટરી પણ રહ્યા હતા. ત્યાર પછી ગુજરાત યૂનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જીતતા લાઇમ લાઇટમાં આવ્યા હતા. ત્યારબાદ શંકરસિંહના કહેવાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 1995 માં ધારાસભ્ય બન્યા હતા.

કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી પદ ભોગવ્યા બાદ શંકરસિંહ બળવો કરતા વિપુલ ચૌધરીને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ વિપુલ ચૌધરી એ ગૃહ મંત્રી પદ મેળવ્યું હતું. વધુમાં જણાવીએ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધસાગર ડેરીના ચેરમેન પણ બન્યા હતા. આ સાથે જ સાગરદાણ કૌભાંડના આક્ષેપને લઈને હટાવી દેવામાં આવ્યા હતા. ને કારણે ફરિયાદ થતાં સીઆઇડી અને ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીનું પંથકના સાત લાખ મતદારો પર સારું એવું પ્રભુત્વ છે. ચૌધરી સમાજના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં નિર્ણાયક મતદારો છે. વાત કરવામાં આવે તો પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે છે. તે વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે 7,00,000 જેટલા મતદારો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે વિટામીન B12ની ઉણપ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
Embed widget