શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાબરકાંઠાઃ પાણીના ધસમસતા પ્રવાહમાં યુવકે નાંખ્યું બાઇક ને તણાયો, પછી શું થયું?
ઈડરના ઝીંઝવા ગામની ભેસકા નદીના ડીપ બ્રિજ પરથી બાઇક તણાયું હતું. પુલ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકનું બાઇક સ્લીપ થતા બાઇક સવાર નદીમાં તણાયો હતો.
ઇડરઃ ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે અનેક નદી બે કાંઠે વહી રહી છે. આ નદીઓમાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા હોવાના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે. ઈડરના ઝીંઝવા ગામની ભેસકા નદીના ડીપ બ્રિજ પરથી બાઇક તણાયું હતું. પુલ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકનું બાઇક સ્લીપ થતા બાઇક સવાર નદીમાં તણાયો હતો. જોકે, સ્થાનિક ગ્રામજનોએ બાઇક સવારનો બચાવ કર્યો હતો.
યુવક બાઇક સાથે નદીમાં ખાબકતા મોટી સંખ્યામાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા. યુવકને બચાવ્યા પછી દોરડાથી બાઇક પણ બહાર કાઢવામાં આવ્યું હતું. વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતા લોકો જીવના જોખમે આવા રસ્તા પસાર કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion