500 કરોડના કૌભાંડના આરોપ પર પૂર્વ CM વિજય રુપાણીનો પલટવાર, કહ્યું-કોઈ કૌભાંડ નથી થયું, બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર
500 કરોડના કૌભાંડના કોંગ્રેસના આરોપોને પૂર્વ સીએમ વિજય રુપાણીએ ફગાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યુ કે આ તેમને બદનામ કરવાનું ષઢયંત્ર છે.
રાજકોટ: 500 કરોડના કૌભાંડના કોંગ્રેસના આરોપોને પૂર્વ સીએમ વિજય રુપાણીએ ફગાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યુ કે આ તેમને બદનામ કરવાનું ષઢયંત્ર છે. 500 કરોડ તો શું 5 રુપિયાનું પણ કૌભાંડ નથી થયુ. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યુ છે એટલે મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસ ચાલ ચાલી રહી છે. વિજય રુપાણીએ કોઈ પણ જાતની તપાસ માટે પણ તૈયારી બતાવી છે. સવાલ પણ ઉઠાવ્યો કે જમીન જ કુલ 75 કરોડની છે તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે ?
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ 3 પેઈજનો પત્ર ટ્વિટ કરી તમામ આરોપોને ફગાવી દિધા છે. વિજયભાઈએ કહ્યું, 500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા ગુજરાત કૉંગ્રેસની ચાલ છે. 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે.
500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર
— Vijay Rupani (@vijayrupanibjp) February 22, 2022
કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા @INCGujarat ની ચાલ
500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે pic.twitter.com/KRrQUmmoLh