સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના નવા જ લક્ષણો જોવા મળ્યા, સરકારે આપી મહત્ત્વની જાણકારી
સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.
એક બાજુ સમગ્ર ગુજરાતમાં કોરોનાના રેક્રોડ બ્રેક કેસ આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે ભારે ગભરાટ છે. નવા સ્ટ્રેઈનના લક્ષણો પણ અલગ હોવાથી સુરત મહાનગરપાલિકાએ લોકોને સાવચેત રહેવાની સાથે સાથે આ સ્ટ્રેઈન અંગે મહત્વની માહિતી ટ્વીટ કરીને આપી છે.
આ નવા સ્ટ્રેઈનમાં કોરોનાના અગાઉ જોવા મળેલાં લક્ષણો કરતાં અલગ નવાં લક્ષણ જોવા મળ્યા છે. કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. જેમાં માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા થવા, આંખ આવવી, શરીરમાં કળતર અને દુખાવો, ગળામાં દુખાવો, હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફિક્ક પડી જવા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
નવા સ્ટ્રેઈનનાં ૭ લક્ષણો જાણો અને આમાંના કોઈ પણ લક્ષણો જણાતા નજીકનાં હેલ્થ સેન્ટરમાં જઈ કોવિડ ટેસ્ટિંગ કરાવો. સુરત મહાગરપાલિકાનું મિશન #CoronaKoHarana
— My Surat (@MySuratMySMC) March 23, 2021
ટેસ્ટીંગ સેન્ટર જાણવા માટે વિઝીટ કરો: https://t.co/GvawncASP7 pic.twitter.com/5kX3hs3873
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 502, સુરત કોર્પોરેશનમાં 476, વડોદરા કોર્પોરેશનમાં 142, રાજકોટ કોર્પોરેશનમાં 117, સુરતમાં 101, ખેડા 24, જામનગર કોર્પોરેશન 23, રાજકોટ 23,ગાંધીનગર કોર્પોરેશન -20, વડોદરા 20, કચ્છ 19, ભાવનગર કોર્પોરેશન 18, ગાંધીનગર 16, મહેસાણા 16, આણંદ 15, ભરૂચ 15, પાટણ 15, દાહોદ 14, સાબરકાંઠા 14, ભાવનગર 13, જામનગર 13, નર્મદા 13, અમરેલી 11, મોરબી 10, બનાસકાંઠા અને મહીસાગરમાં 9-9 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 383, સુરત કોર્પોરેશનમાં 302, વડોદરા કોર્પોરેશનમાં 122, રાજકોટ કોર્પોરેશનમાં 84, સુરતમાં 19, ખેડા 41, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 22, સાબરકાંઠા 23, મહેસાણા 25, રાજકોટ 14, વડોદરા 20, જામનગર કોર્પોરેશન 10, કચ્છ 17 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.