રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગને માઠી અસર, આ દેશે પ્રતિબંધ લગાવતા ભારતની જ્વેલરી વેચાશે નહીં
રશિયાથી રફ ડામંડની આયાત કરવામાં આવે છે જે ભારત અને બ્રિટેન બન્ને જગ્યાએ આવે છે. બાદમાં ભારતમાં આ રફ ડાયમંડમાંથી હીરા તૈયાર થઈને બ્રિટેનમાં તેની જ્વેલરી વેચાય છે.
સુરતઃ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અનેક દેશો ખાસ કરીને અમેરિકા અન યૂરોપિયન યુનિયનના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબંધને કારણે રશિયાની સાથે સાથે અન્ય દેશોને પણ તેની અસર થઈ છે. આ જ ક્રમમાં હવે રશિયા પર લગાવવામાં આવેલ આ પ્રતિબંધને કારણે સુરતના હિરા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે.
બ્રિટને રશિયાથી આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે તેના કારણે રશિયાથી હીરા આયાત પર પ્રતિબંધને કારણે સુરતના હીરા ઉદ્યોગને પણ તેની માઠી અસર થઈ છે.
રશિયાથી રફ ડામંડની આયાત કરવામાં આવે છે જે ભારત અને બ્રિટેન બન્ને જગ્યાએ આવે છે. બાદમાં ભારતમાં આ રફ ડાયમંડમાંથી હીરા તૈયાર થઈને બ્રિટેનમાં તેની જ્વેલરી વેચાય છે. હીરા જ્વેલરીના સર્ટિફિકેટ પર હીરા કઈ ખાણ ના છે તેનો પણ ઉલ્લેખ હોય છે. હવે બ્રિટેન દ્વારા પ્રતિબંધ લગાવવાને કારણે રશિયાના હીરા હોય બ્રિટનમાં ભારતની જ્વેલરી પણ વેચાશે નહિં.
આ પ્રતિબંધને કારણે કટ અને પોલીસિંગના હીરાના વેચાણ પર અસર થશે. રશિયાથી મોટી સંખ્યામાં હીરા ભારત દેશમાં આયાત થાય છે. એ હીરા કટ પોલીસ્ડ કરી વિશ્વભરમાં વેચાય છે. જેમાં બ્રિટન પણ એક મોટું માર્કેટ છે.
રશિયાએ યુક્રેનના આર્મ્સ ડેપોને ઉડાવ્યો, 500 મિલિયનનો દારૂગોળો બરબાદ
રશિયાએ યુક્રેનના આર્મ ડેપો પર હુમલો કર્યો. રશિયાના હુમલાને કારણે યુક્રેનનો આશરે 50 કરોડનો દારૂગોળો વેડફાયો હતો. આ પછી ધુમાડાનો એક બલૂન જોવા મળ્યો. આ હુમલો રશિયાએ યુક્રેનના ખ્મેલનિત્સ્કીમાં આવેલા આર્મ ડેપો પર હુમલો કર્યો હતો. આ ડેપો પર રશિયાએ બે વાર હુમલો કર્યો હતો.
તાજેતરના સમયમાં અનેક મોટા હુમલાઓ બાદ રશિયાએ આ હુમલો કર્યો છે. આ પહેલા યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાના ઈરાદે ડ્રોન હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ સમયની સાથે ખતરનાક બની રહ્યું છે.
આ હુમલાને કારણે યુક્રેનને પણ ઘણું નુકસાન થયું છે. બીજી તરફ એક દિવસ પહેલા એટલે કે 13 મેના રોજ યુક્રેને રશિયાના બે ફાઇટર જેટ અને હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા. ઉત્તરપૂર્વીય યુક્રેનને અડીને આવેલા બ્રાયન્સ્ક પ્રદેશમાં રશિયન ફાઇટર જેટ અને હેલિકોપ્ટર બંને ઉડાન ભરી રહ્યા હતા.