Surat: સુરતમાં ડુમસ દરિયામાં ન્હાવા પડેલો કિશોર ડૂબવા લાગ્યો, ફાયર વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યૂ
સુરતના ડુમસના દરિયામાં ડૂબતા કિશોરને બચાવ્યો હતો
સુરતના ડુમસના દરિયામાં ડૂબતા કિશોરને બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના ડુમસ દરિયા કિનારે કિશોર ગઇકાલે પોતાના પરિવારજનો સાથે ફરવા આવ્યો હતો. દરમિયાન નહાવા પડેલો એક 16 વર્ષીય કિશોર દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો. જોકે, ડુમસ પોલીસની સજાગતાના કારણે દરિયામાં ડૂબતા કિશોરનો જીવ બચાવ્યો હતો.
16 વર્ષીય કિશોર ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિર પાસે ન્હાવા પડ્યો હતો. દરમિયાન દરિયામાં ભરતી હોવાથી તે તણાઈ ગયો હતો. કિશોર દરિયામાં તણાઈ જતા ત્યાં અફરાતફરી મચી ગઇ હતી. બીજી તરફ ડુમસ પોલીસની ટીમ બીચ પર પેટ્રોલિંગ કરી રહી હતી. ડુમસ પોલીસને એક કિશોર ડૂબી રહ્યો હોવાની જાણ થતા તાત્કાલિક તેને બચાવવાના પ્રયાસો કરવા સાથે બનાવની જાણ ફાયર અને 108 ને જાણ કરી હતી.
પરંતુ બીચ પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અને હોમગાર્ડના જવાનોને કિશોર ડૂબતો હોવાની જાણ થતા તાત્કાલિક કિશોરને બચાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. સાથે જ ફાયરબિગ્રેડ અને એમ્બ્યુલન્સને આ ઘટનાની જાણ કરાઇ હતી. પોલીસ જવાન અને ફાયરબ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ કિશોરને બચાવી લીધો હતો.
ચિમેર ધોધ ફરી જીવંત થયો, ગુજરાત ટૂરિઝમે ટ્વીટ કર્યો નયનરમ્ય વીડિયો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, ક્યાં વરસાદે તબાહી નોંતરી રહ્યો છે, તો વળી ક્યાંક કુદરતી સૌંદર્યને ખીલવી રહ્યો છે. આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આવેલા ધોધ ફરી એકવાર ચોમાસામાં એક્ટિવ થઇ ગયા છે. ડાંગ જિલ્લામાં આવેલો ચિમેર ફરી જીવંત થયો છે, અને ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. આ વરસાદી વાતાવરણમાં ગુજરાત ટૂરિઝમ વિભાગે ચિમેર ધોધના નયનરમ્ય દ્રશ્યોનો એક ખાસ વીડિયો ટ્વીટ કર્યો છે, જે ખરેખરમાં મનમોહક છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે, અને કેટલાક વિસ્તારોમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધોધના પાણીમાં વધારો થઇ રહ્યો છે, આજે તાપીમાં પડેલા ભારે વરસાદે જિલ્લાના મોટા ભાગના ધોધને જીવંત કરી દીધા છે. મહત્વનું છે કે, જિલ્લાના સોનગઢ સહિત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચીમેર ધોધ ચોમાસામાં સક્રિય થઇ ગયો છે.
Join Our Official Telegram Channel: