Surat: એપ પરથી આવ્યો ફોટો, વેપારીએ કર્યો લાઇકને ફસાયો હની ટ્રેપમાં જાણો વિગત
Surat Honey Trap: સોશિયલ મીડિયા પર વાતો કરી બીભત્સ વીડિયો રેકોર્ડ કરી ફસાવ્યો હતો અને 50 હજાર પડાવી લીધા હતા. જેને લઈ યુવાને ગોડાદરા પોલીસે મથકમાં ફરિયાદ નોઁધાવી હતી.
Surat News: સુરતના ગોડાદરાના ઇલેક્ટ્રોનિક્સનો વેપારી ડિજિટલ હની ટ્રેપમાં ફસાયો છે. મિંગલર એપ પર ફોટો લાઈક કરતા મેસેજ આવ્યો હતો.જે બાદ વેપારી ફસાયો હતો. સોશિયલ મીડિયા પર વાતો કરી બીભત્સ વીડિયો રેકોર્ડ કરી ફસાવ્યો હતો અને 50 હજાર પડાવી લીધા હતા. જેને લઈ યુવાને ગોડાદરા પોલીસે મથકમાં ફરિયાદ નોઁધાવી હતી.
ખૂબસૂરત યુવતીએ ગુજરાતના 4 IPS અધિકારીને ફસાવીને બાંધ્યા સંબંધ ? પછી બ્લેકમેઈલ કરીને લાખો પડાવ્યા ?
ગુજરાતના ચાર આઈપીએસ અધિકારીને ખૂબસુરત યુવતીએ પ્રેમ જાળવામાં ફસાવ્યા હતા. એટલું જ નહીં તેમને બ્લેકમેલ કરીને મોટી રકમ પડાવી હોવાની ચર્ચા થઈ રહી છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ગુજરાતના ચાર આઈપીએસ અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવનારી ખૂબસુરત યુવતીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ યુવતી કરાઈ એકેડમીમાં ઘોડે સવારી શીખવા આવતી હતી. તે એગાઉથી જ પ્લાન કરીને આવી હતી. ઘોડે સવારી કરવા માટે ખૂબ જ ટૂંકા વસ્ત્રો પહેરીને અને બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને તેમજ ગોગલ્સ ચઢાવીને કરાઈમાં આવતી હતી.
આ યુવતીને જે કોઈ મળે તેની સાથે ખૂબ જ ફ્રેન્કલી અને હસીને વાતચીક કરતી હતી. આ યુવતીની સુંદરતા જોઈને કેટલાક યુવાન અને અમુક ઉંમરલાયક આઈપીએલ અધિકારી તેના પર મોહી પડ્યા હત. આ યુવતીએ પણ સમય બગાડ્યા વગર આવા અધિકારીઓ સાથે પોતાના મોબાઇલ ફોનની આપ લે કરી હતી. ત્યારબાદ મેસેજોની આપલે કરી હતી. યુવતી સારા ઘરની સંપન્ન પરિવારની દેખાતી હોવાથી આઈપીએસ અધિકારીઓને તેના પર કોઈ શંકા નહોતી ગઈ.
ધીમે ધીમે યુવતીની જાળમાં ચાર આઈપીએસ અધિકારીઓ ફસાયા હતા. આ યુવતીએ સમયાંતરે વિવિધ સ્થળોએ લઈ જઈ તમામ પ્રકારની ખ્વાઇશ પૂરી કરી હતી અને અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતું. તેણે દરેક અધિકારી પાસેથી ચોક્કસ રકમનો તોડ કર્યો હતો.
આ ચારેય અધિકારીએ બદનામીની બીકે યુવતી સામે કોઈ કાર્યવાહી કરી નથી. હવે આ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેને લઈ કેટલાક સનદી અધિકારીઓ એવી ચર્ચા કરે છે કે હની ટ્રેપમાં ફસાયેલા આઈપીએસ અધિકારીઓએ સામે આવીને આ યુવતીની સામે ફરિયાદ કરવી જોઈએ.