Vadodara : NH પર કાર-બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક પર જતાં એક જ પરિવારના 3 સભ્યોના મોત
વડોદરા નજીક નેશનલ હાઇવે પર જામ્બુવા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી અમદાવાદ જતા રસ્તા પર બ્રિજ પર ઇકો કાર, બાઈક, ટ્રક અને અન્ય વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.

વડોદરાઃ વડોદરા નજીક નેશનલ હાઇવે પર જામ્બુવા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી અમદાવાદ જતા રસ્તા પર બ્રિજ પર ઇકો કાર, બાઈક, ટ્રક અને અન્ય વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માતમાં બાઇક પર સવાર પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. પતિ, પત્ની અને નાના બાળકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.
અકસ્માતમાં મોતને ભેટનાર પરિવાર ભરૂચનો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો. બ્રિજ પર અવાર નવાર અકસ્માતમાં લોકોના મોત થાય છે. મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં શોભનાબેન પ્રજાપતિ, પતિ રાજેન્દ્રભાઈ પ્રજાપતિ અને તેમના દીકરાનું મોત થયું છે.
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા
કચ્છઃ ગુજરાતમાં એક જ દિવસમાં 4-4 હત્યાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કચ્છ ભચાઉમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ભચાઉના વોધ ગામના છાડવારા સીમમાં ડબલ મર્ડરની ઘટના બની છે. પતિએ જ કરી પત્ની અને બાળકની હત્યા કરી નાંખી હતી. શ્રમિક પરીણિત મહિલા સહિત એક માસના બાળકની કરવામાં હત્યા આવી છે. હત્યાનું કરણ અંકબંધ છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાંસચિન GIDC વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી છે. પાંચ વર્ષના બાળકની સામે માતાએ પિતાને ગળે ફાંસો આપી હત્યા કરી. પતિએ બીજા લગ્નની જીદમાં અને તેને લઈ થતાં ઘર કંકાસમાં હત્યાને અંજામ આપ્યો. સચિન GIDC પોલીસે હત્યારી પત્નીની અટકાયત કરી લીધી છે. અન્ય એક હત્યાના બનાવની વાત કરીએ તો રાંદેર વિસ્તારમાં મોડી રાત્રે વ્યાજખોર રવિએ સલિમ કાલિયાની કરી હત્યા. અંદત અદાવતમાં હત્યા કરી. સલીમ નામનાં યુવકની હત્યા કરી. મોરા ભાગળ ચાર રસ્તા પાસે હત્યા કરી. બીજો એક વ્યક્તિ પણ ગંભીર છે. હુમલો કારનાર બે પકડાયા હોવાની વાત સામે આવી રહી છે
ગઈ કાલે બનાસકાંઠામાં વાવના પ્રતાપપુરા નજીક પ્રેમીએ પ્રીમિકાની હત્યા કરી પોતે આત્મ હત્યા કરવાનો કર્યો પ્રયાસ. યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વ્હાલું કરવા ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાની હત્યા કર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે થરાદ સિવિલ હોસ્પીટલ ખાસેડાયો. સમગ્ર ઘટનાની જાણ થતા વાવ પોલીસે હાથ ધરી વધુ તપાસ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
