અનોખા લગ્ન: સાત ફેરા ફરશે-હનીમૂન પણ જશે પરંતુ નહીં હોય કોઇ દુલ્હો, પોતાની જાત સાથે લગ્ન કરી રહી છે આ છોકરી
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ક્ષમાએ પોતાના લગ્ન (Marriage)માટે કપડાથી લઇને જ્વેલરી સુધીની ખરીદદારી કરી લીધી છે. તે દૂલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે.
Gujarat: ગુજરાતના વડોદરામાં એક અનોખા લગ્ન યોજાવવા જઇ રહ્યાં છે, જે કદાચ ક્યારેય નહીં યોજાયા હોય. અહીં એક છોકરી પોતાની જાત સાથે લગ્ન કરવા જઇ રહી છે, આ છોકરીનુ નામ છે ક્ષમા બિન્દુ. કોઇપણ અન્ય દુલ્હનની જેમ ક્ષમા બિન્દુએ 11 જૂને પોતાની લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 24 વર્ષીય ક્ષમા બિન્દુ પોતાના લગ્ન માટે મોંઘા દાગીના, કપડાં અને પાર્લર પણ બુક કરાવી ચૂકી છે. આ લગ્ન ખરેખરમાં અનોખા હોવાની સાથે ખાસ પણ છે કેમ કે અહીં કોઇ દુ્લ્હો નહીં હોય, છોકરી સાત ફેરા પણ ફરશે અને હનીમૂન પણ જશે, લગ્નમાં મહેમાનોનો જમાવડો પણ થશે. આવી રીતેના લગ્નથી બધા જ ચકિત છે જોકે ક્ષમાના આ નિર્ણયની સાથે માતા-પિતા રાજી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ક્ષમાએ પોતાના લગ્ન (Marriage)માટે કપડાથી લઇને જ્વેલરી સુધીની ખરીદદારી કરી લીધી છે. તે દૂલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે. જોકે તેની સાથે ફેરા ફરવા માટે વરરાજા નહીં હોય. આ મોટા ભાગના લોકો અવિશ્વસનિય બની રહશે. લગ્ન પારંપરિક અનુષ્ઠાન સાથે થશે.
ક્ષમાએ પોતાના લગ્ન માટે ગોત્રીનું મંદિર પસંદ કર્યું છે. લગ્નના ફેરા માટે તેણે પાંચ કસમો લખી છે. લગ્ન પછી ક્ષમા હનીમૂન ઉપર જ જશે. આ માટે તેણે ગોવાની પસંદગી કરી છે. જ્યાં બે સપ્તાહ સુધી રહેશે.
આ નિર્ણય પહેલા ક્ષમાએ ઓનલાઇન રિસર્ચ પણ કર્યું કે ભારતમાં કોઇ મહિલાએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે કે નહીં. જોકે આ દરમિયાન ક્ષમાને કોઇ સંતોષજનક પરિણામ મળ્યા ન હતા.
આ પણ વાંચો.....
રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત
Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ
NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું
Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન