7 દિવસમાં 25900 કેસો.... આ દેશમાં પાછો આવ્યો કોરોના, સરકારે કહ્યું- બધા માસ્ક પહેરીને ફરજો નહીં તો.....
Singapur Corona: કોરોનાના વધતા જતા કેસો અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યું કે અત્યારે આપણે કૉવિડની શરૂઆતી લહેર છીએ. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે
Singapur Corona Cases: દુનિયાભરમાં 2020નું વર્ષ એક ભયજનક રીતે પસાર થયુ છે. સમગ્ર દુનિયામાં કોરોના મહામારીથી ભારે જાન-માલને નુકસાન પહોંચ્યુ હતુ, દુનિયાના મોટાભાગ દેશો કોરોનાથી બચવા માટે લૉકડાઉન અને વેક્સિનેશન કરી રહ્યાં હતા અને માંડ માંડ તે સ્થિતિમાંથી દુનિયા આજે બહાર આવી છે, જોકે, હવે એક ડરાવનારા સમાચાર ફરીથી સામે આવ્યા છે. કેમકે સિંગાપોરમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી છે. અહીં 5 થી 11 મે સુધીમાં 25,900 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
કોરોનાના વધતા જતા કેસો અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યું કે અત્યારે આપણે કૉવિડની શરૂઆતી લહેર છીએ. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી બેથી ચાર અઠવાડિયામાં કોરોના વેવ તેની ટોચ પર હશે. આ સમય જૂનના મધ્ય અને અંતની વચ્ચે રહેશે.
સતત વધી રહી છે દર્દીઓની સંખ્યા
સિંગાપોરમાં કોરોના દર્દીઓની હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા સતત વધી રહી છે. એક અઠવાડિયાથી દરરોજ 181 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા હતા. હવે આ આંકડો વધીને 250 થઈ ગયો છે. જો કે, ગયા અઠવાડિયે બે કેસની સરખામણીએ ICUમાં દાખલ થયેલા કેસોની સંખ્યા હવે ત્રણમાંથી એક છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યુ નિવેદન
સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે લોકોને અપીલ કરી અને કહ્યું કે જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે અથવા જેઓ 60 કે તેથી વધુ ઉંમરના છે તેમણે કોરોના વેક્સીનનો વધારાનો ડોઝ લેવો જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે કરી આ અપીલ
સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે લોકોને અપીલ કરી અને કહ્યું કે જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે અથવા જેઓ 60 કે તેથી વધુ ઉંમરના છે તેમણે કોરોના વેક્સીનનો વધારાનો ડોઝ લેવો જોઈએ.