શોધખોળ કરો
કોરોના સંકટની વચ્ચે આરપાર, ચીને કહ્યું- દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા જાહાજોનો કાફલો ઉતારી રહ્યું છે.......
ચીને કહ્યું કે અમે અમેરિકાને પણ સતત મદદ કરી રહ્યાં છીએ, અમે ન્યૂયોર્કમાં વેન્ટિલેટર મોકલ્યા હતા

ટ્રમ્પે મધ્યવર્તી ચૂંટણી પહેલા “Axios on HBO”માં બોલતા જણાવ્યું કે, તેઓ ઈમિગ્રેશન પોલિસી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ટ્રમ્પ તેના સમર્થકોમાં ઉત્સાહનો સંચાર કરવા આવ્યા હતા. અમેરિકામાં બાળક જન્મતાં જ મળી જતાં નાગરિકત્વને લઈ મુદ્દો ગરમ છે ત્યારે તેમણે યુએસમાં જન્મેલા એવા બાળકો પર નિશાન સાધ્યું કે જેમને જન્મ બાદ તરત જ યુએસનું નાગરિકતા મળી જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ હંમેશા કહેવામાં આવી રહ્યું છે કે તમારે આના પર બંધારણીય સુધારો કરવો જોઈએ. જે કોર્ટના ઓર્ડરથી જ શક્ય છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે, ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસના કારણે ચીનને જવાબદાર ઠેરવી રહ્યાં છે, તો ચીનનો આરોપ છે કે અત્યારે અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં જહાજોનો કાફલો ઉતારી રહ્યુ છે.
ચીની વિદેશ મંત્રાલય તરફથી આવેલા એક નિવેદનમાં કહેવાયુ કે, ચીન આ સમયે કોરોના વાયરસની મહામારીને નિપટવા માટે દુનિયાના અલગ અલગ દેશોને મદદ કરી રહ્યું છે, તો વળી બીજીબાજુ અમેરિકા પોતાના જંગી જહાજો અને એરક્રાફ્ટ દક્ષિણી ચીન સાગરમાં મોકલી રહ્યુ છે, જે ચીનની સંપ્રભુતાને પડકાર આપી રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે અમેરિકા પહેલા પોતાના ઘરમાં ફેલાયેલી મહામારી સામે લડે.
ચીને કહ્યું કે અમે અમેરિકાને પણ સતત મદદ કરી રહ્યાં છીએ, અમે ન્યૂયોર્કમાં વેન્ટિલેટર મોકલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ચીન સાગર સાથે જોડાયેલા દેસો પર ચીન પોતાના પ્રભાવ જમાવતુ રહ્યું છે. આમાં અમેરિકા સહિત કેટલાક દેશો ચીન પર નિશાન સાધી રહ્યા છે. હવે અમેરિકા અને ચીન વચ્ચે આરપાર થાય તો નવાઇ નહીં, કેમકે સમય સમય પર બન્ને દેશો આમને સામને આવી રહ્યાં છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસનુ નામ પણ ચીની વાયરસ રાખી દીધી છે, આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ ચીનનો પક્ષ લેવાનુ કહી ફન્ડિંગ રોકી દીધુ છે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
