Hamas Israel War: હમાસના પૂર્વ વડા ખાલિદ મશાલે જાહેર કર્યો વીડિયો, મુસ્લિમ દેશોને કરી આ અપીલ
Hamas Israel War: મશાલ કહે છે કે આ એ જેહાદ જેવું છે જે તેઓ પોતાના જીવનનું બલિદાન આપીને કરે છે
Hamas Israel War: હમાસના ભૂતપૂર્વ વડા ખાલિદ મશાલે શુક્રવારે મુસ્લિમોને એક થવાનું આહવાન કર્યું હતું. મશાલે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે મુસ્લિમોએ વિશ્વભરમાં રસ્તા પર ઉતરવું જોઈએ અને આ લડાઈમાં જોડાવું જોઈએ.
Former Hamas Leader Khaled Mashal Calls for a "Friday of the Al-Aqsa Flood": Muslims Should Take to the Streets Worldwide, Join the Battle; the West, America, Zionists Will See Convoys of Mujahideen on Their Way to Palestine #Hamas #IsraelUnderAttack pic.twitter.com/R9bDRHdb1q
— MEMRI (@MEMRIReports) October 12, 2023
વોશિંગ્ટન ડીસીમાં મિડલ ઇસ્ટ મીડિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર હમાસના પૂર્વ ચીફ ખાલિદ મશાલનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે આ વીડિયો લગભગ 1 મિનિટ 45 સેકન્ડનો છે. જેમાં ખાલિદ મશાલે કહ્યું હતું કે પશ્ચિમ, અમેરિકા અને ઝાયોનિસ્ટ મુજાહિદ્દીનના કાફલાને પેલેસ્ટાઈન તરફ જતા જોશે. ખાલિદે કહ્યું કે આપણે આરબની શેરીઓ અને શહેરો પર કબજો કરી લેવો જોઇએ જ્યાં મુસ્લિમ વસ્તી રહે છે.
આગળ મશાલે કહ્યું હતું કે આ શુક્રવારે અલ અક્સા માટે પ્રદર્શનનું આહ્વાન છે. સંદેશ આપવો જોઇએ કે અમે પેલેસ્ટાઈનની સાથે છીએ. અમે ગાઝા સાથે છીએ. અમે અલ અક્સા મસ્જિદ સાથે ઊભા છીએ. અમે જેરુસલેમ સાથે ઊભા છીએ. અને અમે આ લડાઈનો ભાગ છીએ.
તે વીડિયોમાં કહી રહ્યો છે કે ગાઝા તમને મદદ માટે બોલાવી રહ્યુ છે. તે તમારી ગમે તેવી મદદ હોય. પછી તે પૈસા હોય કે તમારી પાસે ગમે તે હોય. જો કોઈ ગાઝાને દાન આપવા માંગે છે, તો સત્યને સમર્થન આપવાનો આ યોગ્ય સમય છે. આ પૈસા સાથે જેહાદ છે.
મશાલ કહે છે કે આ એ જેહાદ જેવું છે જે તેઓ પોતાના જીવનનું બલિદાન આપીને કરે છે. ગાઝા માટે દાન કરો. આ તેનો પ્રતિકાર છે. અને તે તેનો હીરો છે. આ તે સમય છે જ્યારે તમામ ઈસ્લામિક દેશોએ એક થઈને આ લડાઈમાં સામેલ થવું જોઈએ. આપણે તેમની સામે લડવું જોઈએ. સૌથી પહેલા હું ઈઝરાયેલના પડોશી દેશોને સંબોધી રહ્યો છું. જોર્ડન, સીરિયા, લેબનોન અને ઇજિપ્ત. હું ત્યાંના તમામ પુરૂષો અને સ્ત્રીઓને અપીલ કરવા માંગુ છું કે તમારી જવાબદારી અન્ય કરતા વધારે છે કારણ કે તમે પેલેસ્ટાઈનની નજીક છો.