US Visa : અમેરિકા જવા ઈચ્છુક ગુજરાતીઓને બલ્લે બલ્લે, આવ્યા Good News
અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ આ અઠવાડિયે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ કામદારોને વિઝા ઈશ્યૂ કરવા અંગે વિશ્વાસ ધરાવે છે.

US Will Issue Million of Visa To Indian: અમેરિકા જવાના અભરખા ધરાવતા ભારતીયો માટે સારા સમાચાચ આવ્યા છે. દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના સહાયક વિદેશ પ્રધાન ડોનાલ્ડ લૂએ વિઝા સંબંધિત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે ભારતીયો માટે 10 લાખથી વધુ વિઝા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, બાઈડેન વહીવટીતંત્ર આ ઉનાળામાં વિદ્યાર્થી વિઝા આપવાનું કામ શરૂ કરશે.
અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ આ અઠવાડિયે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ કામદારોને વિઝા ઈશ્યૂ કરવા અંગે વિશ્વાસ ધરાવે છે. તેઓ ટૂંક સમયમાં H-1B અને L વિઝા આપવાનું કામ શરૂ કરશે. ભારતમાં IT પ્રોફેશનલ્સમાં H-1B અને L વિઝા ખૂબ જ લોકપ્રિય છે. આની મદદથી ભારતના આઈટી પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં કામ કરવું સરળ છે.
અમેરિકા આ વર્ષે 10 લાખથી વધુ વિઝા આપશે
H-1B વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને સૈદ્ધાંતિક અથવા ટેકનિકલી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં કામ કરવા માટે વિદેશી કામદારોને રાખવાની મંજૂરી આપે છે.
અમેરિકાની ટેક કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કામદારોને હાયર કરવા માટે H-1B વિઝા પર આધાર રાખે છે. અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે, અમે આ વર્ષે 10 લાખથી વધુ વિઝા આપીશું. આ અમારા માટે રેકોર્ડ નંબર છે, જેમાં વિદ્યાર્થી વિઝા અને H1B ઇમિગ્રન્ટ વિઝાનો સમાવેશ થાય છે.
અમેરિકન અને ભારતીય અર્થતંત્ર માટે સારું - ડોનાલ્ડ લુ
આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વિઝા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ અંગે ચિંતા પણ વધી રહી છે. તેમણે પણ ખાસ કરીને H-1B અને H-B2 શ્રેણી હેઠળના વિઝા માટે અરજી કરી હતી. અમેરિકામાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મામલામાં ભારત હવે વિશ્વમાં બીજા ક્રમે છે. ડોનાલ્ડ લુએ કહ્યું કે અમે વર્ક વિઝાને પણ પ્રાથમિકતા આપી રહ્યા છીએ, જેને H-1B અને L વિઝા કહેવામાં આવે છે. આ અમેરિકન અને ભારતીય અર્થતંત્ર બંને માટે મહત્વપૂર્ણ છે.
US Tourist Visa: હવે અમેરિકામાં ટૂરિસ્ટ વિઝા પર મળશે નોકરી, USCISએ આપી મંજૂરી!
US Tourist Visa Apply: અમેરિકામાં, જો તમે ટૂરિસ્ટ વિઝા અથવા બિઝનેસ વિઝા પર રહો છો, તો મુસાફરોને નોકરી કરવાની અને ઇન્ટરવ્યુમાં હાજરી આપવાની મંજૂરી છે. ફેડરલ એજન્સીએ કહ્યું છે કે વ્યક્તિગત રીતે મુસાફરી કરતા લોકો નોકરી માટે અરજી કરી શકે છે. જો કે, નોકરી લેતા પહેલા, તેઓએ તેમના વિઝાની સ્થિતિ બદલવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમની નોકરી પણ જઈ શકે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ એજન્સીએ તેના ટ્વિટમાં કહ્યું કે ઘણા લોકોએ પૂછ્યું કે શું તેઓ B1 અને B2 વિઝા સ્ટેટસ પર નોકરી શોધી શકે છે, જેનો જવાબ હા છે. આ વિઝા પર, નવી નોકરીની શોધ અને ઇન્ટરવ્યુની પ્રવૃત્તિમાં જોડાવા માટે પરવાનગી આપવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
