શોધખોળ કરો
Advertisement
કમલા હેરિસની ભત્રીજીએ ખેડૂત આંદોલનને લઈ કરેલા ટ્વીટથી કોણ થયું નારાજ ? કોણે કર્યો દાવો, જાણો
અહેવાલ મુજબ, જાહેર જીવનમાં મીનાની અચાનક વધેલી સક્રિયતા અને કમલા હેરિસ કનેકશનનો પ્રચાર થવાથી રાષ્ટ્રપતિ કાર્યાલય નાખુશ છે.
નવી દિલ્હીઃ દેશમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો 82 મો દિવસ છે. દિલ્હીની જુદી જુદી સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન કેટલાક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કર્યું હતું.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસે પણ ટ્વીટ કર્યુ હતું અને ભારતનું લોકતંત્ર ખતરામાં હોવાનું લખ્યું હતું. સોશિયલ મીડિયા પર મીના હેરિસની સક્રિયતાથી અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય ખુશ નથી. અમેરિકન અખબાર લોસ એંજેલિસ ટાઈમ્સના અહેવાલ મુજબ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણીના વર્તનથી રાષ્ટ્રપતિ કાર્યાલય નારાજ છે.
અહેવાલ મુજબ, જાહેર જીવનમાં મીનાની અચાનક વધેલી સક્રિયતા અને કમલા હેરિસ કનેકશનનો પ્રચાર થવાથી રાષ્ટ્રપતિ કાર્યાલય નાખુશ છે. નામ ન છાપવાની શરતે વ્હાઇટ હાઉસના અધિકારીએ અખબારને જણાવ્યું કે,જે થયું તેને બદલી ન શકાય પરંતુ આ પ્રકારના વ્યવહારને બદલવાની જરૂર છે.
મીના હેરિસે ટ્વીટ કર્યું, "તે એક યોગાનુયોગ નથી કે વિશ્વની સૌથી જૂની લોકશાહી (અમેરિકા) પર એક મહિના પહેલા હુમલો થયો હતો અને હવે વિશ્વની સૌથી મોટી લોકશાહી જોખમમાં છે." આ બંને ઘટનાઓ જોડાયેલી છે. આપણે ગુસ્સે થવું જોઈએ
પૂજારાએ કેવી રીતે પોતાની વિકેટ ફેંકી દીધી એ જોઈને લાગી જશે આઘાત, બેદરકારીમાં થઈ ગયો રનઆઉટ...
Marriage Muhurat 2021: ગુરુનો ઉદય થયા બાદ નહીં થઈ શકે લગ્ન જેવા કાર્યો, જાણો શું છે આની પાછળનું કારણ
Stock Market: સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, પહોંચ્યું 52 હજારની ઐતિહાસિક સપાટી પર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement