શોધખોળ કરો
Advertisement
દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધી 8 લાખ 7 હજાર દર્દીઓનું મૃત્યુ, છેલ્લા 24 કલાકમાં 2.50 લાખ નવા કેસ
અત્યાર સુધી દુનિયાભરમાં 2.33 કરોડ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે અને તેમાંથી 8 લાખ 7 હજારથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી દુનિયાભરમાં 2.33 કરોડ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે અને તેમાંથી 8 લાખ 7 હજારથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે આ રોગચાળામાંથી સાજા થનારા દર્દીઓનો આંકડો 1 કરોડ 59 હજારને પાર પહોંચી ગયો છે. જો કે, દુનિયાભરમાં હજુ પણ 67 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2.50 લાખ નવા કેસ આવ્યા છે અને 5089 લોકોનાં મોત થયા છે.
કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ
વર્લ્ડોમીટર અનુસાર, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પહેલ નંબરે છે. અહીં અત્યાર સુધી 58 લાખથી વધુ લોકો સંક્રમણ થઈ ચૂક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 43 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 952 લોકોનાં મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 46 હજાર કેસ આવ્યા છે. કોરોનાથી સૌથી વધુ મોત અમેરિકા અને બ્રાઝીલમાં થઈ રહી છે. દુનિયામાં દરરોજ સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં સામે આવી રહ્યાં છે.
અમેરિકા : કેસ- 5,840,869, મોત- 180,152
બ્રાઝીલ : કેસ- 3,582,698, મોત- 114,277
રસિયા : કેસ- 951,897, મોત- 16,310
ભારત : કેસ- 3,043,436, મોત- 56,846
મેક્સિકો : કેસ- 549,734, મોત- 59,610
સાઉથ આફ્રિકા : - કેસ- 607,045, મોત- 12,987
પેરૂઃ કેસ- 576,067, મોત- 27,245
કોલંબિયા : કેસ- 533,103, મોત- 16,968
સ્પેન : કેસ- 407,879, મોત- 28,838
ચિલી : કેસ- 395,708, મોત- 10,792
21 દેશમાં બે લાખથી વધુ કેસ
દુનિયાના 21 દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી ગઈ છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટાલી, જર્મની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબરે છે, જ્યારે સૌથી વધુ મોત મામલે ચોથા નંબરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion