શોધખોળ કરો
Vivah Panchami 2024: રામ અને સીતાના સંબંધોની પાંચ ખાસ વાતો અપનાવી તો સુખી રહેશે વૈવાહિક જીવન
વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ છે. આ દિવસે રામ અને સીતાના લગ્ન થયા હતા. માતા સીતા અને શ્રી રામના સંબંધ વિશે કેટલીક એવી વાતો છે જેને દરેક પતિ-પત્નીએ તેમના જીવનમાં ચોક્કસપણે અપનાવવી જોઈએ.

પ્રતિકાત્મક તસવીર
1/5

Vivah Panchami 2024: વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ છે. આ દિવસે રામ અને સીતાના લગ્ન થયા હતા. માતા સીતા અને શ્રી રામના સંબંધ વિશે કેટલીક એવી વાતો છે જેને દરેક પતિ-પત્નીએ તેમના જીવનમાં ચોક્કસપણે અપનાવવી જોઈએ.
2/5

શ્રીરામ અને સીતા માતાએ તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ ભગવાન રામ અને માતા સીતાની જોડી એક આદર્શ જોડી માનવામાં આવતી હતી. આ બંનેને આદર્શ જીવન સાથી માનવામાં આવે છે.
3/5

માતા સીતા લગ્ન પહેલા મહેલોમાં રહેતા હતા, લગ્નના થોડા સમય બાદ તેમને થોડો સમય રાજયોગ મળ્યો પરંતુ વનવાસ પર તેમણે પોતાના પતિ સાથે રહેવાનું નક્કી કર્યું અને એક ક્ષણમાં રાજ સુખનો ત્યાગ કર્યો હતો
4/5

માતા સીતા અને શ્રીરામે એકબીજાનો સાથ છોડ્યો નહી અને હંમેશા પ્રેમ અને વિશ્વાસ સાથે એકબીજાનો સાથ આપ્યો હતો જ્યારે રાવણ અપહરણ કરીને લંકા લઇ ગયો હતો ત્યારે માતા સીતાને વિશ્વાસ હતો કે રામજી તેમને લેવા ચોક્કસ આવશે. આ આત્મવિશ્વાસે તેમને શક્તિ આપી. પતિ પત્નીમાં વિશ્વાસ સૌથી મહત્વનો પાયો છે.
5/5

જો તમારે લગ્નજીવનમાં સુખી થવું હોય તો પતિ-પત્ની વચ્ચે ઈમાનદારી અને પ્રેમ હોવો જોઈએ. તો જ સંબંધ લાંબા સમય સુધી ચાલે છે. આ બંને માતા સીતા અને શ્રીરામ વચ્ચેના અતૂટ સંબંધનો પ્રતિક છે. આ વર્ષે વિવાહ પંચમી પર પતિ-પત્નીએ સાથે મળીને શ્રીરામની પૂજા કરવી જોઈએ અને તેમના સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરવી જોઈએ અને આ બાબતોનો અમલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
Published at : 06 Dec 2024 12:48 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
શિક્ષણ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
