શોધખોળ કરો
NDA Govt Formation: નરેન્દ્ર મોદી 3.0 માં આ મંત્રાલય કોઇ સહયોગીને નહીં આપે BJP, જાણો NDA સરકારમાં કોણ-કોણ મુખ્ય દાવેદાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી એનડીએ સરકારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથી પક્ષોને કેટલાક મંત્રાલયો આપવાના મૂડમાં નથી

(તસવીર- એબીપી લાઇવ)
1/8

NDA Govt Formation: નરેન્દ્ર મોદી એનડીએ સરકારના વડા તરીકે સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે. દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુ પછી આ સિદ્ધિ મેળવનાર તેઓ બીજા નેતા હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી એનડીએ સરકારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથી પક્ષોને કેટલાક મંત્રાલયો આપવાના મૂડમાં નથી.
2/8

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભાજપ પાંચથી સાત મહત્વપૂર્ણ મંત્રાલય પોતાની પાસે રાખશે.
3/8

આવા મંત્રાલયોમાં ગૃહ, નાણા, સંરક્ષણ અને વિદેશ જેવા મહત્વપૂર્ણ વિભાગો તેમજ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા મજબૂત વૈચારિક પાસાઓ ધરાવતા મંત્રાલયોનો સમાવેશ થઈ શકે છે.
4/8

સૂત્રોએ એવી પણ માહિતી આપી હતી કે ભાજપના સાથી પક્ષોને પાંચથી આઠ કેબિનેટ પદો મળી શકે છે.
5/8

નવી કેબિનેટમાં અમિત શાહ (નરેન્દ્ર મોદીના નજીકના સાથી) અને રાજનાથસિંહ જેવા નેતાઓને સ્થાન મળશે તે લગભગ નિશ્ચિત છે.
6/8

શિવરાજસિંહ ચૌહાણ, બસવરાજ બમ્બઇ, મનોહરલાલ ખટ્ટર અને સર્વાનંદ સોનોવાલ જેવા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો, જેમણે સામાન્ય ચૂંટણી જીતી હતી, તેઓ પણ સરકારમાં જોડાવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
7/8

અહેવાલો અનુસાર, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રામ મોહન નાયડુ, જેડી(યુ)ના લલનસિંહ, સંજય ઝા અને રામનાથ ઠાકુર સાથે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન સાથી પક્ષોમાં સામેલ છે. નવી સરકારનો ભાગ બની શકે છે.
8/8

મતદારોના એક વર્ગ (ખાસ કરીને અનુસૂચિત જાતિ અને સમાજના અન્ય વંચિત વર્ગો)નું પક્ષમાંથી વિદાય પણ સરકારની રચનામાં મહત્ત્વનું પરિબળ બની શકે છે.
Published at : 09 Jun 2024 12:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બોલિવૂડ
ટેકનોલોજી
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
