શોધખોળ કરો
Alanna Pandey એ કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ, બીચ પર ફ્લોન્ટ કર્યો બેબી બંપ
Alana Pandey Maternity Shoot: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. અલાનાએ 28 ફેબ્રુઆરીએ તેની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

Alana Pandey Maternity Shoot: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. અલાનાએ 28 ફેબ્રુઆરીએ તેની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી.
2/6

અલાના પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં તે તેના પતિ ઇવોર મેક્કૈ સાથે જોવા મળી હતી.
3/6

હવે અલાનાએ તેનું મેટરનિટી શૂટ કર્યું છે, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.આ તસવીરોમાં અલાના બીચ પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તે વ્હાઇટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6

તેના મેટરનિટી શૂટ માટે અલાનાએ વ્હાઇટ બ્રાલેટ પહેર્યું હતું અને તેની સાથે મેચિંગ ફિશકટ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી.અલાનાએ મોતીના હાર અને સ્ટારફિશ જેવા દેખાતા ઈયરિંગ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. આ દરમિયાન તેણે હાથ પર મોતીની બ્રેસલેટ પણ પહેરી હતી.
5/6

હળવા મેકઅપમાં અલાના ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ તસવીરો શેર કરતી વખતે અલાનાએ લખ્યું- 'બીચ બેબી લોડિંગ.'પોસ્ટમાં અલાના પાંડેએ તેના બેબી બમ્પનો ક્લોઝ શોટ પણ શેર કર્યો છે. આ તમામ તસવીરો ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/6

આ પહેલા અનન્યા પાંડેએ પિતરાઈ બહેન અલાના માટે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી અને આવનારા મહેમાન માટે તેની બહેનને અભિનંદન પણ પાઠવ્યા હતા.
Published at : 29 Feb 2024 01:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
