શોધખોળ કરો
મળો કોમેડી કિંગ કપિલ શર્માના પૂરા પરિવારને, લાઈમલાઈટથી હંમેશા દૂર રહે ભાઈ-બહેન
કપિલ શર્મા
1/10

કપિલ શર્મા ભારતનો જાણીતો કોમેડિયન છે. જેમના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. તેમના શોમાં ભાગ લેવા જાણીતી સેલિબ્રિટીઓ હંમેશા તૈયાર રહે છે.
2/10

કપિલ શર્માએ આ પોતાની આકરી મહેનતથી આ સફળતા પ્રાપ્ત કરી છે. આજે તેમની પાસે પૈસા અને પ્રસિદ્ધીની કોઈ કમી નથી.
3/10

કપિલ શર્માના પરિવારની વાત કરીએ તો તેમની માતા, પત્ની અને બાળકો વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ તેમના ભાઈ બહેન વિશે બહુ ઓછા લોકો જાણે છે. કારણ કે તેઓ હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે.
4/10

સૌથી પહેલા કપિલના પિતાની વાત કરીએ તો તેઓ હવે આ દુનિયામાં નથી. 2004માં કપિલના પિતાનું નિધન કેન્સરના કારણે થયું હતું. તેમનું નામ જિતેન્દ્ર કુમાર પુંજ હતું. તેઓ પંજાબ પોલીસમાં નોકરી કરતા હતા.
5/10

કપિલના માતાનું નામ જનક રાની છે. કપિલની સફળતા પાછળ તેમનો મોટો હાથ છે. આજે કપિલના દરેક શોમાં તેમની માતા હાજર રહે છે.
6/10

કપિલ શર્માના મોટા ભાઈ છે અશોક કુમાર જેઓ પંજાબ પોલીસમાં નોકરી કરે છે. જો કે તેમને લાઈમલાઈટમાં રહેવાનું પસંદ નથી તેથી તેઓ ક્યારેય મીડિયા સામે આવતા નથી. તેમની લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ પંજાબમાં જ રહે છે.
7/10

કપિલ શર્માની એક બહેન પણ છે જેમનું નામ પૂજા શર્મા છે. પૂજાના લગ્ન થઈ ચૂક્યા છે અને તે પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
8/10

કપિલના લગ્ન ગિન્ની ચતરથ સાથે થયા છે. તેઓ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. 2018માં બન્નેએ લગ્ન કર્યા હતા.
9/10

લગ્ન બાદ કપિલ શર્મા 2019માં દીકરી અનાયરાનો પિતા બન્યો. હાલમાં અનાયરા બે વર્ષની થઈ ગઈ છે.
10/10

2021માં કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે દીકરાનો જન્મ થયો, જેનું નામ ત્રિશાન છે.
Published at : 03 Apr 2022 06:01 PM (IST)
આગળ જુઓ
Advertisement