શોધખોળ કરો
International Yoga Day 2022: રકુલ પ્રીતે આ રીતે મનાવ્યો યોગ દિવસ, દરિયા કિનારે કર્યા યોગાસન
રકુલ પ્રીત (સોર્સ-ઈંસ્ટાગ્રામ)
1/6

આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ઘણા સ્ટાર્સે યોગ કરતી તસવીરો શેર કરી હતી. મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી, પરિણીતી ચોપરા સહિત ઘણી અભિનેત્રીઓએ યોગ કર્યા હતા અને યોગના ફોટો શેર કર્યા હતા. આ ક્રમમાં રકુલ પ્રીત સિંહે પણ પોતાની ઝલક દેખાડી છે.
2/6

રકુલ અવારનવાર પોતાની ફિટનેસ અને વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેમાં તે યોગા કરતી પણ જોવા મળે છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કેવી રીતે પાછળ રહી શકે.
3/6

રકુલ પ્રીતે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે દરિયા કિનારે યોગ કરતી જોવા મળી રહી છે.
4/6

આ દરમિયાન રકુલ બ્લેક સ્પોર્ટ્સ વેરમાં જોવા મળે છે. યોગમાં ધ્યાન કરતી વખતે, તે ખુલ્લી હવામાં સૂર્ય નમસ્કાર કરતા પણ જોઈ શકાય છે.
5/6

તસવીરો શેર કરતાં રકુલે કેપ્શનમાં લખ્યું, 'યોગ એ શુદ્ધતા છે, યોગ શાંતિ છે!! તે માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ તે જીવનનો એક માર્ગ છે.
6/6

રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો દ્વારા ચાહકો માટે ફિટનેસ અંગે માહિતી આપતી રહે છે.
Published at : 21 Jun 2022 06:12 PM (IST)
આગળ જુઓ
Advertisement