શોધખોળ કરો
બોક્સ ઓફિસ પર '12th ફેલ' ની શાનદાર કમાણી, જાણો કેટલુ કર્યું કલેક્શન
બોક્સ ઓફિસ પર '12th ફેલ' ની શાનદાર કમાણી, જાણો કેટલુ કર્યું કલેક્શન

તસવીર-સોશિયલ મીડિયા
1/7

12th Fail Box Office Collection: વિક્રાંત મેસીની ફિલ્મ '12th ફેલ' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કંગના રનૌતની 'તેજસ' અને ટાઈગરની 'ગણપત'ને પાછળ છોડી દિધી છે. જાણો ફિલ્મના કલેક્શન અંગે.
2/7

12th ફેલ - એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ '12th ફેલ' એક વાસ્તવિક વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં IPS મનોજ કુમાર શર્માના સંઘર્ષની સ્ટોરી બતાવવામાં આવી છે. આ જ કારણ છે કે દર્શકો ફિલ્મ સાથે વધુ જોડાઈ શકે છે.
3/7

વિક્રાંતના શાનદાર અભિનયે ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દિધા છે. બોક્સ ઓફિસ પર 1.11 કરોડના આંકડા સાથે શરૂ થયેલી આ ફિલ્મ હવે દરરોજ જોરદાર નફો કમાઈ રહી છે. Sacnilk અનુસાર, ફિલ્મ તેની રિલીઝના ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે 1 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જે પછી તેનું કુલ કલેક્શન 7.74 થઈ જશે. જે કંગના રનૌતની 'તેજસ' કરતા ઘણુ વધારે છે.
4/7

તેજસ – કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' હવે બોક્સ ઓફિસ પર '12th ફેલ'થી પાછળ જોવા મળી રહી છે. લોકોને કંગનાની આ ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી રહી. ફિલ્મે પહેલા દિવસે '12th ફેલ' કરતાં વધુ કલેક્શન કર્યું પરંતુ હવે તેના આંકડા સતત ઘટી રહ્યા છે.
5/7

તમને જણાવી દઈએ કે 'તેજસ' એ પહેલા દિવસે 1.25 કરોડ રૂપિયા સાથે સારી શરૂઆત કરી હતી. પરંતુ SACNILK અનુસાર, હવે ફિલ્મ તેની રિલીઝના ચોથા દિવસે એટલે કે તેના પહેલા સોમવારે માત્ર 54 લાખ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહેશે. જે બાદ તેનું કુલ કલેક્શન 4.39 કરોડ થઈ જશે.
6/7

ગણપત - બોલીવૂડના એક્શન હીરો ટાઈગર શ્રોફની ફિલ્મ 'ગણપત'ની વાત કરીએ તો, વિક્રાંતની ફિલ્મ '12th ફેલ'એ બોક્સ ઓફિસ પર આ ફિલ્મને સાફ કરી નાખી છે. ટાઈગરની શાનદાર એક્શન પણ દર્શકોને ફિલ્મ તરફ આકર્ષવામાં સક્ષમ નથી.
7/7

ફિલ્મે પહેલા દિવસે 2.5 કરોડનું કલેક્શન કર્યું હતું. પણ પછી ધીરે ધીરે આ કલેક્શન ઘટવા લાગ્યું. ગઈ કાલે એટલે કે રિલીઝના 10મા દિવસે ફિલ્મે 17 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હવે Sacnilk અનુસાર, ફિલ્મ બીજા સોમવારે માત્ર 9 લાખ રૂપિયાના આંકડાને સ્પર્શી શકશે.
Published at : 30 Oct 2023 03:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
