શોધખોળ કરો
પતિના મોતથી તૂટી ગઇ મંદિરા બેદી, ભીની આંખે આપી વિદાય, જુઓ અંતિમ વિદાયની હૃદયદ્રાવક તસવીરો

મંદિરાની ભાવુક તસવીરો
1/6

મંદિરા બેદીનો પતિ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડયુર રાજ કૌશલના આકસ્મિક નિધનથી મંદિરા બિલકુલ તૂટી ગઇ છે. હાર્ટ અટેકના કારણે તેમનું 49 વર્ષે નિધન થયું છે. 11 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. આ ઘડી મંદિરા અને તેમના સંતાન માટે ખૂબ જ મુશ્કેલી હતી.
2/6

સફેદ કપડાંમાં ફુલોથી લપેટાયેલા તેમના પતિ રાજને જોઇને મંદિરા જાતને કાબૂમાં ન રાખી શકી અને ધ્રૂસકે-ઘૂસક્રે રડી પડી હતી. માસ્ક હોવા છતાં પણ તેના ચહેરા પર દર્દ સ્પષ્ટ છલકાતું હતું.
3/6

મંદિરા અને રાજનો દીકરો વીર પણ પિતાની અંતિમ દર્શન સમયે ફૂટી ફૂટીને રડી પડ્યો હતો. પરિવારના ચહેરા પર માસ્ક હતા પરંતુ ઉદાસીની રેખા સ્પષ્ટ ઉપસી આવી હતી.
4/6

બુધવાર સવારે રાજ કૌશલને હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ 49 વર્ષના હતા. ડાયરેક્ટર ઓનિરે તેમના નિધનની પુષ્ટી કરી હતી.
5/6

રાજ કૌશલના નિધનના સમચાર મળતાં જ મનોરંજન જગતમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે, સેલેબ્સ અને ફેન્સ પરિવારને સાત્વના આપવાની સાથે સંવેદના વ્યક્ત કરી રહ્યાં છે.
6/6

મંદિરા અને રાજ બે સંતાનના પેરેન્ટસે છે લગ્નના 12 વર્ષ બાદ તેમને પુત્ર રત્ન વીરની પ્રાપ્તિ થઇ હતી તો તેમણે એક દીકરી દત્તક લીધી છે.
Published at : 30 Jun 2021 12:24 PM (IST)
View More
Advertisement