શોધખોળ કરો
Health:વધતી ઉંમરે ફિટ એન્ડ ફાઇન રહેવા માટે ફોલો કરો Atlantic Diet, જાણો અન્ય ફાયદા
હાલ સોશિયલ મીડિયા પર 'એટલાન્ટિક ડાયટ'ની ચર્ચા થઈ રહી છે. નિષ્ણાતોના મતે, આ આહાર માત્ર વજન ઘટાડવામાં મદદરૂપ નથી, પરંતુ ડાયાબિટીસથી લઈને હૃદય સુધીના રોગો સામે લડવામાં પણ મદદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે બધા શું નથી કરતા? વર્કઆઉટથી લઈને પ્રોપર ડાયટ પર વિશેષ ધ્યાન આપીએ છીએ. હાલ અનેક પ્રકારના ડાયટ પ્લાન ટ્રેન્ડમાં છે, કિટો ડાયટ, વિગન ડાયટમાં આમાંથી એક છે Atlantic Diet. આ ડાયટ શું છે અને તેના ફાયદા જાણીએ.
2/6

એટલાન્ટિક ડાયટ શું છે?-એટલાન્ટિક ડાયટ ઉત્તરી પોર્ટુગલ અને ઉત્તર-દક્ષિણ સ્પેનિશ સમુદાયની દેણ છે. જેમાં ફળો, શાકભાજી, આખા અનાજ અને સીફૂડનો સમાવેશ થાય છે.
3/6

એટલાન્ટિંક ડાયટને ફોલો કરવાના અનેક ફાયદા છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે,તે પેટની ચરબી ઘટાડે છે અને સ્થૂળતા દૂર કરે છે,તે તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપે છે,તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને અટકાવે છે, તેનાથી ડિપ્રેશન પણ ઓછું થાય છે.
4/6

કેવી રીતે કામ કરે છે આ ડાયટ- માછલી, કઠોળ, આખા અનાજ અને શાકભાજીનું વધુ સેવન કરવાથી સી-રિએક્ટિવ પ્રોટીનનું સ્તર ઘટે છે, જે ઇન્ફેકશનને ઘટાડે છે.ઓમેગા-થ્રી ફેટી એસિડ સી-ફૂડ અથવા માછલીમાં જોવા મળે છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને અટકાવે છે.
5/6

આખા અનાજ, ફળો, શાકભાજી, કઠોળ, બદામ વગેરેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ મળી આવે છે જે એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે વધતી ઉંમરની અસરને ધીમી કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
6/6

છોડ આધારિત ખોરાકમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની વધુ માત્રા હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
Published at : 16 Feb 2024 04:49 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
દેશ