શોધખોળ કરો
Health: જો આપ આ બીમારીથી પીડિત હો તો ભૂલથી પણ ગરમીમાં ન કરવું કોફી ચાનું સેવન,જાણો નુકસાન
કોફી અને ચા એનર્જી બૂસ્ટર છે. તેનું સેવન તણાવ ઘટાડે છે અને બ્રેઇનને એક્ટિવ રાખવામાં મદદ કરે છે પરંતુ કેટલાક રોગના દર્દી આ ન પીવું જોઇએ

પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/6

કોફી અને ચા એનર્જી બૂસ્ટર છે. તેનું સેવન તણાવ ઘટાડે છે અને બ્રેઇનને એક્ટિવ રાખવામાં મદદ કરે છે પરંતુ કેટલાક રોગના દર્દી આ ન પીવું જોઇએ
2/6

ચા અને કોફીમાં જોવા મળતું કેફીન તણાવ ઘટાડે છે, આરામ આપે છે અને એક્ટિવ રાખે છે. પરંતુ ક્યારેક આ કેફીન શરીરને નુકસાન પણ કરે છે. ચાલો જાણીએ સંભવિત નુકસાન શું છે.
3/6

કેફીનના વધુ પડતા સેવનના ગેરફાયદા-મોટાભાગના લોકો ચા અને કોફી દ્વારા કેફીનનું સેવન કરે છે. આ સિવાય કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, કોલ્ડ કોફી, ચોકલેટ વગેરે દ્રારા પણ કેફીન લે છે.
4/6

જો જોવામાં આવે તો કોફીની સરખામણીમાં ચામાં કેફીન ઓછું હોય છે. એક કપ કોફીમાં ત્રણ ચા જેટલી કેફીન હોય છે, તેથી જો તમે દિવસમાં ત્રણ ચા અથવા એક કપ કોફી પીઓ છો, તો તમે યોગ્ય માત્રામાં કેફીનનો ઉપયોગ કરી શકશો. આના કરતાં વધુ કેફીનનું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે.
5/6

જો કેફીન લિમિટ કરતા વધારે લેવામાં આવે તો વધુ પેશાબ આવે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે.વધુ પડતા કેફીનનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ થઈ શકે છે. ગેસ એસિડિટીની સમસ્યા પણ ચા કોફીથી વધી શકે છે.
6/6

આ લોકોએ કેફીનનું સેવન ન કરવું જોઈએ-જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય અથવા જેઓ હાઈ બીપીથી પીડાતા હોય તેમણે વધુ પડતું કેફીન ન લેવું જોઈએ.સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ વધારે પ્રમાણમાં કેફીનનું સેવન ન કરવું જોઈએ.જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય અથવા ગેસ્ટ્રોની સમસ્યા હોય, તેઓએ કેફીનનું સેવન ન કરવું જોઈએ.
Published at : 29 May 2024 07:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
