શોધખોળ કરો
Tea: ચા પીવામાં આ દેશના લોકો છે નંબર વન, જાણો ભારતનો કેટલામો છે ક્રમ
ભારતમાં દરેક વ્યક્તિ ચાનો શોખીન હોય છે, પછી તે ઉનાળો હોય કે શિયાળો, દરેક ઋતુમાં ચા પીવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાના શોખીનોમાં ભારત હજુ પણ નંબર વન નથી.

કાળઝાળ ગરમીના કારણે ભારતમાં લોકોની હાલત દયનીય છે, પરંતુ હજુ પણ ચાના પ્રેમીઓ ગરમ રસ્તાની વચ્ચે ચા પીતા જોઈ શકાય છે.
1/6

વિશ્વમાં સૌથી વધુ ચા પીનારાઓની વાત કરવામાં આવે તો આ યાદીમાં પ્રથમ સ્થાન ભારતનું નથી પરંતુ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર ચા પીનારાઓમાં તુર્કી પ્રથમ સ્થાને આવે છે.
2/6

અહીંના 87 ટકા લોકો રોજ ચા પીવે છે. આ પછી ચા પ્રેમીઓમાં કેન્યા બીજા ક્રમે આવે છે. અહીંના 83 ટકા લોકો ચાના શોખીન છે.
3/6

ચા પ્રેમીઓમાં મોરોક્કો ત્રીજા નંબરે આવે છે, અહીંના 79 ટકા લોકો ચા પીવાનું પસંદ કરે છે.
4/6

આ યાદીમાં ભારતનું નામ ચોથા નંબર પર આવે છે. આપણા દેશમાં ચા ખૂબ જ લોકપ્રિય હોવા છતાં દેશના 70 ટકા લોકો જ ચા પીવે છે.
5/6

આ લિસ્ટમાં પાંચમા સ્થાને આયર્લેન્ડનું નામ આવે છે, જ્યાં 64 ટકા લોકો ચા પીવે છે.
6/6

આમ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં મોટા પાયે ચા પીવામાં આવે છે.
Published at : 01 Jun 2024 09:47 AM (IST)
આગળ જુઓ
Advertisement