શોધખોળ કરો
Home Decor Ideas: ઘરની ખૂબસૂરતી વધારવા માંગો છો,આ ટિપ્સને અજમાવી જુઓ, મળશે લાજવાબ લૂક
દુનિયાનો છેડો એટલે ઘર, જો આપ પણ શુકુન આપતી જગ્યાની સુંદરતા વધારવા માંગો છો તો તો આ ટિપ્સને અવશ્ય ફોલો કરો. આવો જાણીએ

હોમ ડેકોર આઇડિયા
1/7

દુનિયાનો છેડો એટલે ઘર, જો આપ પણ શુકુન આપતી જગ્યાની સુંદરતા વધારવા માંગો છો તો તો આ ટિપ્સને અવશ્ય ફોલો કરો. આવો જાણીએ
2/7

જો તમે ઘરની સુંદરતા વધારવા માંગો છો તો ઘરમાં એક છોડ ચોક્કસ લગાવો. તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. તેની સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેનાથી મૂડ પણ સુધરે છે.
3/7

ઘરના લૂકને આકર્ષક બનાવવા માટે સુંદર રંગબેરંગી કુશનનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઘરની સુંદરતા વધે છે. આપ ઘરની દિવાલના રંગને મેચ થાય તેવા કુશન કવર ચુઝ કરી શકો છો
4/7

ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર જરૂરી છે. આ માટે કુદરતી પ્રકાશની વ્યવસ્થા કરો. આ માટે, દિવસના સમયે દરવાજા અને બારીઓના પડદા ફોલ્ડ કરો. તેનાથી ઘરમાં કુદરતી પ્રકાશ આવશે.
5/7

તમે સુગંધિત અગરબત્તીઓ, મીણબત્તીઓ અને સુગંધિત તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘરની વાઇબ્સ સુધારી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી મૂડ પણ સુધરે છે. સાથે જ ઘરની સુંદરતા પણ વધે છે.
6/7

તમે વોલ આર્ટ વડે ઘરને સજાવી શકો છો. આ માટે તમે કેનવાસ પેઇન્ટિંગ અને એબ્સ્ટ્રેક્ટ આર્ટની મદદ લઈ શકો છો. તમે કેનવાસ પેઇન્ટિંગની મદદથી લિવિંગ રૂમને સજાવટ કરી શકો છો
7/7

ઘરની સુંદરતા વધારવા માટે તમે મૂર્તિઓનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે ઘરમાં નાની મૂર્તિઓ રાખી શકાય છે. તમે ખાલી જગ્યાઓ પર દેવી-દેવતાઓની મૂર્તિઓ મૂકી શકો છો.
Published at : 03 Mar 2023 07:50 AM (IST)
આગળ જુઓ
Advertisement