શોધખોળ કરો
Ladakh Tour: ગરમીમાં લેહ-લદ્દાખમાં માણવી છે મજા તો IRCTC પેકેજમાં કરાવો બુકીંગ, જાણો કઈ કઈ મળશે સુવિધા
Ladakh Tour: જો તમે લદ્દાખની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. જાણો આ પ્રવાસની વિગતો.

Ladakh Tour: જો તમે લદ્દાખની મુલાકાત લેવાનું વિચારી રહ્યાં છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. અમે તમને બજેટ અને પેકેજમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે જણાવી રહ્યા છીએ.
1/6

IRCTC Ladakh Tour: ભારતીય રેલ્વે દેશમાં પર્યટનને વધારવા માટે વિવિધ પ્રકારના ટૂર પેકેજ લઈને આવે છે. અમે તમને IRCTCના લદ્દાખ પ્રવાસની વિગતો વિશે જણાવી રહ્યા છીએ.
2/6

આ ટૂર પેકેજનું નામ Magical Ladakh Tour Ex Bhopal ટૂર છે. આ પેકેજ ભોપાલથી શરૂ થશે.
3/6

તમે 28મી જૂનથી 4ઠ્ઠી જુલાઈ વચ્ચે આ પેકેજનો આનંદ લઈ શકો છો. આ એક કમ્ફર્ટ પેકેજ છે, જેમાં તમને તમામ સુવિધાઓ મળી રહી છે.
4/6

લદ્દાખના પ્રવાસમાં તમને લેહ, નુબ્રા અને પેંગોંગની મુલાકાત લેવાની તક મળી રહી છે. આ પેકેજમાં તમને ભોપાલથી લેહ બંને રીતે ફ્લાઈટની સુવિધા મળી રહી છે.
5/6

આ પેકેજમાં તમને ભોજનમાં નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળી રહી છે. પેકેજમાં, તમને ટેન્ટમાં રહેવાની સાથે 3 સ્ટાર હોટલમાં રહેવાની તક મળી રહી છે. આ પેકેજમાં તમને ઓક્સિજન સિલિન્ડરની સુવિધા પણ મળી રહી છે.
6/6

તમારે ઓક્યુપન્સી મુજબ પેકેજ માટે ફી ચૂકવવાની રહેશે. સિંગલ ઓક્યુપન્સી માટે તમારે 70,600 રૂપિયા, ડબલ ઓક્યુપન્સી માટે 65,400 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે તમારે વ્યક્તિ દીઠ 64,800 રૂપિયા ચૂકવવા પડશે. આ પેકેજ કુલ 7 દિવસ અને 6 રાત માટે છે.
Published at : 05 May 2024 05:40 PM (IST)
આગળ જુઓ
Advertisement