શોધખોળ કરો
Personal Loan Interest Rate: આ બેન્કો ગ્રાહકોને આપી રહી છે સૌથી સસ્તી પર્સનલ લોન, ઇમરજન્સીમાં નહી પડે પૈસાની ખોટ
Personal Loan: પર્સનલ લોન એ અન્ય લોનની સરખામણીમાં ખૂબ જ મોંઘી લોન છે. તેના વ્યાજ દર ખૂબ ઊંચા છે. આવી સ્થિતિમાં અમે તમને એવી 5 બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

Personal Loan: પર્સનલ લોન એ અન્ય લોનની સરખામણીમાં ખૂબ જ મોંઘી લોન છે. તેના વ્યાજ દર ખૂબ ઊંચા છે. આવી સ્થિતિમાં અમે તમને એવી 5 બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે.
2/7

Personal Loan Interest Rate: જો તમને અચાનક પૈસાની જરૂર પડે તો તમે પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. અમે તમને એવી બેન્કો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં સૌથી સસ્તી પર્સનલ લોન મળે છે.
3/7

બેન્ક ઓફ મહારાષ્ટ્ર તેના ગ્રાહકોને 10 ટકા કે તેથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. આ વ્યાજ 20 લાખ રૂપિયાની રકમ પર આપવામાં આવી રહ્યું છે. લોનની મુદત 84 મહિના છે.
4/7

પંજાબ એન્ડ સિંધ લાખ રૂપિયાની પર્સનલ લોન માટે 10.15 ટકાથી 12.80 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. તમે આ લોન 60 મહિનામાં ચૂકવી શકો છો.
5/7

બેન્ક ઓફ ઈન્ડિયા 20 લાખ રૂપિયાની પર્સનલ લોન પર 10.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ લોનની મુદત 84 મહિનાની છે.
6/7

ઇન્ડસઇન્ડ બેન્ક 12 થી 60 મહિનાની મુદત માટે 3 થી 25 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન પર 10.25 ટકાથી 32.02 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે.
7/7

બેન્ક ઓફ બરોડા ગ્રાહકોને 48 થી 60 મહિનાની મુદત માટે 5 લાખથી 20 લાખ રૂપિયા સુધીની રકમ પર 10.35 ટકાથી 17.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
Published at : 20 Nov 2023 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
