શોધખોળ કરો
Women Scheme: મહિલાઓ માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો? જાણો મહિલા બચત યોજના કે FD માંથી ક્યાં છે વધુ ફાયદો
કેન્દ્ર સરકારે મહિલાઓ માટે નવી યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્ર રજૂ કર્યું છે. આ એક ઉચ્ચ વળતર આપવાની યોજના છે. બીજી તરફ બેંકો પણ FD પર ઊંચું વળતર આપી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

સરકારની અનેક યોજનાઓ મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. તાજેતરમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના રજૂ કરવામાં આવી હતી, જેમાં બે વર્ષ માટે રૂ. 2 લાખનું રોકાણ કરી શકાય છે. આમાં વ્યાજ દર 7.5 ટકા છે. કોઈપણ મહિલા તેમાં રોકાણ કરી શકે છે.
2/6

મહિલા સન્માન બચત યોજનાનો વ્યાજ દર ઘણી બેંકોની એફડી કરતા વધારે છે. જો કે આમાં બે વર્ષ માટે જ રોકાણ કરી શકાય છે. આ એક સરકારી યોજના છે, તેથી સુરક્ષાની સંપૂર્ણ ખાતરી છે. જો તમે ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોવ તો તમે તેમાં રોકાણ કરી શકો છો.
3/6

તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો. જ્યારે SBI બેંક 7 દિવસથી 10 વર્ષની મુદતવાળી FD પર 3 ટકાથી 7.10 ટકા સુધીનું વળતર આપે છે. આ બેંક વરિષ્ઠ નાગરિકોને 7.30 ટકા વળતર આપી રહી છે.
4/6

HDFC બેંક સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષની મુદત પર 3 ટકાથી 7.20 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે FD પર મહત્તમ વ્યાજ 7.60 ટકા છે.
5/6

ICICI બેંક 7 દિવસથી 10 વર્ષની મુદત માટે 3 ટકાથી 7.10 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. ICICI બેંક 15 મહિનાથી 2 વર્ષથી ઓછા સમયગાળાની મુદત પર 7.10 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
6/6

PNB બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે 3.50 ટકાથી 7.25 ટકા સુધીની મુદત આપી રહી છે. 445 દિવસથી 2 વર્ષ સુધીની FD પર વ્યાજ દર 6.80 ટકા છે.
Published at : 13 Oct 2023 06:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
