શોધખોળ કરો
કેક કટિંગ કરીને કોંગ્રેસના નેતાઓએ નવા પ્રમુખ જગદીશ ઠાકોરને આવકાર્યા, કોણે કોને ખવડાવી કેક, જુઓ તસવીરો...............

1/8

અમદાવાદઃ આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે જગદીશ ઠાકોરે વિધિવત રીતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેનો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
2/8

જગદીશ ઠાકોરનું રાજીવ ગાંધી ભવનમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. જગદીશ ઠાકોરે પદગ્રહણ કરે તે પહેલાં તેમના ફોટા સાથેની કેક કાપી હતી.
3/8

જોકે, આ સમયે કોંગ્રેસના ત્રણેય પૂર્વ પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી. તસવીરમાં જ્યાં જગદીશ ઠાકોરના ફોટાવાળી કેક મુકાઈ હતી ત્યાં જગદીશ ઠાકોર કેક કાપવા આવ્યાં અને હાર્દિક પટેલની રાહ જોઈ રહ્યા હતા.
4/8

બીજી તરફ ત્રણેય પૂર્વ કોંગ્રેસ પ્રમુખો ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયા ત્યાંથી રવાના થઈ સ્ટેજ પર જતાં રહ્યાં હતાં.
5/8

જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા.
6/8

હાર્દિક પટેલને આવવામાં મોડું થતાં તેમણે 5 મિનિટ સુધી રાહ પણ જોઇ હતી. આ પછી તેમણે ચાર્જ સંભાળ્યો હતો.
7/8

આ સમયે ભરતસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત તમામ નેતાઓ હાજર રહ્યા હતા.
8/8

image 8
Published at : 06 Dec 2021 04:10 PM (IST)
આગળ જુઓ
Advertisement