શોધખોળ કરો
Gujarat Rains: ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, ધોધમાર વરસાદથી આ શહેરમાં ઘરોમાં ઘૂસી ગયું પાણી
ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભીલોડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતાં પાણી પાણી થઈ ગયું છે.

ભીલોડામાં વરસાદ
1/6

ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભીલોડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતાં પાણી પાણી થઈ ગયું છે.
2/6

ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અરવલ્લીના શામળાજી, ભીલોડામાં વરસાદી માહોલ જામ્યો છે.
3/6

વરસાદના કારણે ભીલોડાના નીચાણ વાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ગોવિંદનગરના ચામઠાવાસમાં મકાનોમાં પાણી ઘૂસ્યા છે.
4/6

પાણી ભરાતા ગરીબ પરિવારોની કફોડી હાલત થઈ છે.
5/6

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, મોરબી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
6/6

ઉપરાંત આવતીકાલે રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.
Published at : 23 Jul 2022 01:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
