શોધખોળ કરો
Anmol Ambani-Krisha Shah : અનમોલ-કૃશાના આજે છે લગ્ન, જુઓ પીઠીની તસવીરો..........

Anmol_Ambani-Krisha_Shah_01
1/10

Anmol Ambani-Krisha Shah Haldi Ceremony: બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીની દીકરા અનમોલ અંબાણી, કૃશા શાહ સાથે લગ્નના બંધનમાં બંધાઇ રહ્યો છે. અત્યાર સુધી સામે આવેલી તસવીરોમાં જોઇને કહેવુ ખોટુ નથી કે અનમોલ અને કૃશાની જોડી ઉપરવાળાએ સમય લઇને બનાવી હશે. તેમની પ્રી વેડિંગ સેરેમનીની તસવીરો સોશ્યલ મીડિયા પર જોઇ શકાય છે. અનમોલ અને કૃશાની મહેંદી સેરેમનીમાં બૉલીવુડની જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. હવે કૃશાની પીઠી સેરેમનીની તસવીરો જોવા મળી રહી છે.
2/10

કૃશાની બહેન નૃતિ શાહે પોતાની તેમની પીઠીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. નૃતિ શાહ એક બ્યૂટી એન્ડ ફૂડ બ્લૉગર છે. જેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફન્ક્શનની આ તસવીરો શેર કરી છે.
3/10

કૃશાની પીઠીની સેરેમની હિન્દૂ રીતિ રિવાજથી સંપન્ન થઇ. તેની બહેન સહિત પરિવારના તમામ સભ્યોએ થનારી દુલ્હનને પીઠી ચોળી, કૃશાના ચહેરા પર પીઠીથી તેના નિખારમાં ચાર ચાંદ લાગી ગયા છે.
4/10

કૃશાના ઘરને ફૂલોથી સજાવી દેવામાં નૃતિએ આની ઝલક બતાવી છે.બાલકનીથી દેખાતો સમુદ્રનો નજારો, ખુશનુમા હવામાન અને ખુશીયોનો માહોલ. ઘરની તસવીરો શેર કરતી નૃતિે લખ્યું 'D Day' લખીને 20 ફેબ્રુઆરી તરફ ઇશારો કર્યો છે.
5/10

તેને વેડિંગ ડે થી પણ કૃશાની કેટલીક તસવીરો શેર કરી છે, પીઠીની રસમ બાદ કૃશા પિન્ક સૂટમાં, માથા પર ફૂલોનો ટિયારો, હાથોમાં મહેંદી અને બંગળીઓ પહેરેલી ખુબ પ્યારી લાગી રહી છે, તે પોતાની માંને ગળે લાગતી દેખાઇ રહી છે.
6/10

એક અન્ય તસવીરમાં કૃશા અને અનમોલ પોતાની થનારી સાસુમાની સાથે કેમેરા પૉઝ આપતી દેખાઇ રહ્યાં છે. એક બાજુ અનમોલ અને ટીના અંબાણી તો બીજીબાજુ કૃશા અને તેની માં બેસેલી છે. નૃતિએ આને શેર કરતા લખ્યું- બહુજ પ્રેમ કરનારી આ થનારી સાસુમાં....
7/10

નૃતિના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો અંદાજ આવી શકે છે કે છેલ્લા છ મહિનામાં શાહ પરિવાર માટે ખુબ મુસ્કેલી ભર્યો રહ્યો હતો. શાહ બહેનોએ પોતાના પિતાને ગુમાવી દીધા. જોકે હવે પરિવારમાં પાછી ખુશીઓ આવી છે. કૃશાના લગ્નની સાથે જ ઘરમાં રોનક છવાઇ ગઇ છે.
8/10

કૃશા અને અનમોલને કેટલાક મહિનાઓ પહેલા સગાઇ કરી હતી. હવે સગાઇ બાદ તે ઘડી આવી ચૂકી છે જ્યારે બન્ને હંમેશા માટે એક બીજાના થઇ જવાના છે.
9/10

હલ્દી પહેલા કૃશા અને અનમોલની મહેંદી સેરેમની પણ ગ્રાન્ડ રહી. જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, કરીના કપૂરની ફોઇ રીમા જૈને મહેંદી સેરેમનીમાં હાજરી આપી હતી. મહેંદી ફન્કશન સાથે જોડાયેલી કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં ટીના અંબાણીની સાથે બી ટાઉને સેલેબ્સ દેખાઇ રહ્યાં હતા.
10/10

રીમા જૈન અને ટીના અંબાણીની તસવીરો વાયરલ થઇ રહી છે. ફન્કશનમાં રીમાએ પિન્ક કલરનો સૂટ પહેરેલો હતો, વળી ટીના સિલ્ક સાડીમાં બહુ જ સારી લાગી રહી હતી. અનિલ અંબાણીની તસવીરો પણ જોઇ શકાય છે. દીકરીની લગ્નમાં તેને ચહેરા પર મુસ્કન તેના દિલની ખુશીને જાહેર કરી રહી છે Photos: @nritishah_official
Published at : 20 Feb 2022 03:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
