આ પહેલા પણ ઓક્ટોબર 2018માં ઇન્ડોનેશિયામાં મોટુ વિમાન દુર્ઘટના થઇ હતી. લાયન એર ફલાઇટ ઉડાન ભર્યાના 12 મિનિટ બાદ સમુદ્રમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં પણ 189 પ્રવાસીના મૃત્યુ થયા હતા.
2/6
રિપોર્ટ મુજબ ક્રેશ થયેલ Boeing 737 પ્લેન 26 વર્ષ જુનુ છે. જો કે સ્રિવિજયા એરલાઇન્સ મુજબ વિમાનની કંન્ડિસન સારી હતી. નોંધનિય છે કે, સ્રિવિજયા એરલાઇન્સ ઇન્ડોનેશિયા અને દક્ષિણી પૂર્વી એશયાઇમાં સેવા આપે છે.
3/6
ક્રેશ થયેલા વિમાનમાં 12 ક્રૂ મેમ્બર્સ સાથે 50 યાત્રીઓ સવાર હતા. તેમાં સાત બાળકો અને ત્રણ નવજાત શિશુ સામેલ છે. ઇન્ડોનેશિયાના એર ચીફ હેનરી અલફિઆંદીએ જણાવ્યું છે કે, અમને વિશ્વાસ છે કે, અને વિમાન શોધી લઇશું.
4/6
ઇન્ડોનેશિયાના નવીએ જણાવ્યું કે, તેમને કેટલાક ટાયરના ટૂકડા અને મનુષ્યના અવશેષો મળ્યાં છે. જે ક્રેશ થયેલા વિમાનના હોઇ શકે છે. ઓળખ સાબિત કરવા માટે મનુષ્યના ટૂકડાને હોસ્પિટલ લઇ જવાશે.
5/6
ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજેન્સીના પ્રમુખ બગુસ પુરોહિતએ જણાવ્યું કે. અમને બંને જગ્યાથી સિગ્નલ મળ્યા છે. જે વિમાન બ્લેક બોક્સના હોઇ શકે છે.
6/6
શનિવારે જકાર્તાથી ઉડાન ભર્યાં બાદ Boeing 737 વિમાન ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં 62 પ્રવાસી સવાર હતા. વિમાને ઇન્ડોનેશિયાના પોન્ટિઅનક માટે ઉડાન ભરી હતી.