શોધખોળ કરો
Cheapest Foreign trips: ઓછા બજેટમાં વિદેશ ફરવાનું વિચારો છો તો આ છે બેસ્ટ કન્ટ્રી
પ્રવાસના શોખીન ભારતીયો ચોક્કસપણે વિદેશ પ્રવાસ કરવા ઈચ્છે છે. જો કે બજેટના કારણે આ સપનુ પુરૂ થવું અઘરૂ લાગે છે જો કે એવા અનેક કન્ટ્રી છે. જેનો પ્રવાસ આપ ઓછા બેજટમાં પણ કરી શકો છો.

ઓછા બજેટમાં વિદેશ ટૂર માટે આ કન્ટ્રીનો પ્રવાસ છે બેસ્ટ ( તસવીર ગૂગલમાંથી )
1/5

પ્રવાસના શોખીન ભારતીયો ચોક્કસપણે વિદેશ પ્રવાસ કરવા ઈચ્છે છે. જો કે બજેટના કારણે આ સપનુ પુરૂ થવું અઘરૂ લાગે છે જો કે એવા અનેક કન્ટ્રી છે. જેનો પ્રવાસ આપ ઓછા બેજટમાં પણ કરી શકો છો.
2/5

નેપાળ- નેપાળ, ભારતની સરહદે આવેલો દેશ છે. ઓછા સમયમાં સસ્તી મુસાફરી માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. જો તમે લાંબા પ્રવાસનું આયોજન કરવા માંગતા નથી, તો તમે નેપાળ જઈ શકો છો. તમને દિલ્હીથી કાઠમંડુની ફ્લાઈટ મળશે જે તમને દોઢ કલાકમાં નેપાળ લઈ જશે. અહીં જવા માટે ઘણી બસ સેવાઓ પણ છે. ખાસ વાત એ છે કે નેપાળમાં ભારતીય રૂપિયાની કિંમત વધારે છે. આવી સ્થિતિમાં, તમે ઓછા બજેટમાં નેપાળના સુંદર મઠો, માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ, મંદિરો વગેરેની મુલાકાત લઈ શકો છો. જેમાં તમે ઓછા પૈસામાં વધુ ખરીદી પણ કરી શકો છો.
3/5

વિયતાનામ -વિયેતનામ ખરીદી કરવા માટે ખૂબ સસ્તો દેશ છે. અહીં એક રૂપિયાની કિંમત 334.68 વિયેતનામી દોંગ છે. દક્ષિણ-પૂર્વ એશિયાના શ્રેષ્ઠ દેશોમાં સ્થાન ધરાવતું, વિયેતનામ ભારતમાંથી મુલાકાત લેવા માટેના સૌથી સસ્તા દેશોમાં પણ સામેલ છે. અહીં તમને સુંદર બીચ, લેન્ડસ્કેપ્સ, સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, ગુફાઓનો ઓછા બજેટમાં આનંદ લઈ શકો છો.
4/5

શ્રીલંકા- તમે ભારતથી શ્રીલંકાની ટ્રીપ પર પણ જઈ શકો છો. શ્રીલંકા ફરવા માટે ખૂબ જ સસ્તો દેશ છે. તમે કેરળની ટ્રિપ કરતાં પણ ઓછા સમયમાં શ્રીલંકાની ટ્રિપ લઈ શકો છો. તમે ઓછા સમયમાં અને બજેટમાં શ્રીલંકા જઈ શકો છો. એક ભારતીય રૂપિયો 2.30 શ્રીલંકાના રૂપિયા બરાબર છે. અહીં તમે સુંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી શકો છો. શ્રીલંકા વિશ્વમાં સૌથી સુંદર દ્વીપોમાંથી એક છે.
5/5

મલેશિયા-તમે માત્ર ચાર કલાકની ફ્લાઈટમાં ભારતથી મલેશિયા પહોંચી શકો છો. અહીં ઘણા પ્રવાસીઓ આવે છે. કુઆલાલંપુર મલેશિયાનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. તમે અહીં સ્કાય સ્ક્રેપ્સ કરી શકો છો. મલેશિયામાં બુકિટ બિટાંગ જેવી ગુફાઓ અને બજારો જોવાલાયક છે. તમે ઓછા બજેટમાં અહીં પ્રવાસી સ્થળોની મુલાકાત લઈ શકો છો.
Published at : 23 Aug 2023 04:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
