દુનિયાના કેટલાક દેશમાં 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. હવે 12 વર્ષથી નાના બાળકોના વેક્સિનેશન પર કામ ચાલી રહ્યું છે. અમેરિકાની કંપની ફાઇઝરે 12 વર્ષના નાના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવાનું નક્કી કર્યું છે. જેનું પરિણામ સપ્ટેમ્બર સુધી મળી જશે.
2/6
અમેરિકા, કનેડા, સહિત દુનિયાના કેટલાક દેશોમાં 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને વેક્સિન આપવાનું શરૂ થઇ ગયું છે. જ્યારે હવે 12 વર્ષથી નાના બાળકોના વેક્સિનેશન માટે કામ થઇ રહ્યું છે.
3/6
ફાઇઝર કંપનીએ નિર્ણય કર્યો છે કે, 6 મહિનાથી 11 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. જેમાં 4500 બાળકોને સામેલ કરાશે.આ ટ્રાયલ અમેરિકાની સાથે પોલેન્ડ અને ફિનલેન્ડ, ફ્રાન્સમાં પણ થશે.
4/6
ફાઇઝર મુજબ ફેઝ-1 ટ્રાયલમાં 144 બાળકોને સામેલ કરાયા હતા અને તેના પરિણામ સકારાત્મક રહ્યાં છે. આ ટ્રાયલ બાદ ફાઇઝરે વધુ બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવાનું નક્કી કર્યું છે. ફાઇઝરે જણાવ્યું કે, 5થી 11 વર્ષના બાળકોને 10 માઇકોગ્રામનો ડોઝ અને 5 મહિના અને 5 વર્ષન બાળકને 3 માઇકોગ્રામની ડોઝ અપાશે.
5/6
એક્સ્પર્ટ માને છે કે., જો કોવિડની થર્ડ વેવની ભયાવહ સ્થતિથી બચવું હોય અને બાળકોને પણ સુરક્ષિત રાખવા હોય તો પરિવારના અન્ય તમામ સભ્યો વેક્સિનેટ થઇ જવું જરૂરી છે. જાણકાર મુજબ હર્ડ ઇમ્યુનિટિ સુધી પહોંચવા માટે વધુમાં વધુ બાળકો અને યુવાએ વેક્સિનેટ થવું જરૂરી છે.
6/6
જો કે mRNA વેક્સિનમાં અમેરિકા સહિત અનેક દેશોમાં હાર્ટ પર સોજોના કેસ સામે આવ્યાં હતા. ગત સપ્તાહ ઇઝરાયલના સ્વાસ્થાય મંત્રાલયે જણાવ્યું હતું કે, જે લોકોને ફાઇઝરની વેક્સિન અપાઇ છે. તેમાં ખાસ કરીને પુરૂષોમાં માયોકાર્ડિટિસ (હાર્ટમાં સોજો)ની સમસ્યા જોવા મળીી હતી. જો કે આ સમસ્યા લાંબો સમય નથી રહેતી થોડા સમય બાદ ઠીક થઇ જાય છે.