શોધખોળ કરો
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
Weather Updates: ઉત્તર ભારતમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, હવામાન વિભાગે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જેમાં રવિવારે ઉત્તર-પૂર્વ ભારત સહિત વરસાદની શક્યતા છે.

દેશભરમાં વાતાવરમણાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટાને કારણે મે મહિનાની આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે.
1/7

ભારતીય હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાન, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને કરા પડી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, મરાઠવાડામાં ભારે પવન સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વીજળી અને પવન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી પણ શક્યતા છે.
2/7

હવામાન વિભાગ અનુસાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, આંદામાન-નિકોબાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તેલંગાણામાં આકરી ગરમી (Summer)થી લોકોને રાહત મળશે. આ રાજ્યોમાં ભારે પવન અને વીજળીના ચમકારા થવાની શક્યતા છે.
3/7

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, કોંકણ અને ગોવા, ગુજરાત, રાયલસીમા જેવા વિસ્તારોમાં રવિવારે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને પવન ફુંકાશે. અરુણાચલ પ્રદેશ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં વીજળી પડવાની શક્યતા છે. આ રાજ્યોમાં પણ લોકોને હીટવેવથી રાહત મળશે.
4/7

IMDએ કહ્યું છે કે રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની શક્યતા છે. ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, આંતરિક કર્ણાટકના ભાગોમાં પણ ભારે વરસાદ (Rain)ની શક્યતા છે.
5/7

દિલ્હી NCRમાં 12 થી 15 મે દરમિયાન વાતાવરણમાં ઠંડક રહેશે. દિવસભર આકાશ વાદળછાયું રહેશે. રવિવારે ગાજવીજ સાથે વરસાદ (Rain)ની શક્યતા છે. આગામી દિવસોમાં વાતાવરણ ઠંડુ રહેવાના છે. પવનના કારણે લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. તેવી જ રીતે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
6/7

બિહારની વાત કરીએ તો અહીંના લોકોને કાળઝાળ ગરમી (Summer)થી થોડી રાહત મળી છે. શનિવારે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ (Rain) અને ગાજવીજ જોવા મળી હતી. હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે પણ આકાશ વાદળછાયું રહેશે. કેટલાક ભાગોમાં હળવા ઝરમર વરસાદ (Rain)ની શક્યતા છે. બિહારમાં રવિવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
7/7

ઉત્તર પ્રદેશમાં ગરમી (Summer) અને ગરમી (Summer)ના મોજાથી ઘણી હદ સુધી રાહત મળી છે. શનિવારે ફરી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને હળવો વરસાદ (Rain) જોવા મળ્યો હતો. પૂર્વ યુપીમાં વરસાદ (Rain) અને વાવાઝોડાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ યુપીમાં પણ આવું જ જોવા મળશે. આ રીતે રવિવાર અને સોમવારે ભારે પવન સાથે હળવો વરસાદ (Rain) થવાની શક્યતા છે.
Published at : 12 May 2024 07:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
